Tuesday, April 28, 2026
HomeGeneralજમ્મુ-કાશ્મીર: 12 કલાકમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર સહિત 5 આતંકી...

જમ્મુ-કાશ્મીર: 12 કલાકમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં જૈશના કમાન્ડર સહિત 5 આતંકી ઠાર

- Advertisement -

નવજીવન ન્યુઝ. શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકીઓમાં જૈશનો કમાન્ડર પણ સામેલ છે. પુલવામા અને બડગામ જિલ્લામાં ગઈ કાલે સાંજે આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન આ એન્કાઉન્ટર થયું હતું. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરના પુલવામાના નાયરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદી ઠાર મરાયા હતા જ્યારે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચરાર-એ-શરીફ વિસ્તારમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો.



- Advertisement -

પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે, “છેલ્લા 12 કલાકમાં બે એન્કાઉન્ટરમાં પાકિસ્તાન પ્રાયોજિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર અને જૈશના પાંચ આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં જૈશના કમાન્ડર જાહિદ વાની અને એક પાકિસ્તાની આતંકવાદીનો પણ સમાવેશ થાય છે. અમારા માટે આ એક મોટી સફળતા છે.”

પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હતા. સુરક્ષા દળોને એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચરાર-એ-શરીફમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો એક આતંકી ઠાર મરાયો હતો. એન્કાઉન્ટર સ્થળેથી એકે-56 રાઇફલ સહિત ગુનામાં વપરાયેલી સામગ્રી મળી આવી હતી.

ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઈજીપી) કાશ્મીર વિજય કુમારે આ એન્કાઉન્ટરને પોલીસ માટે મોટી સફળતા ગણાવી હતી. ગયા મહિને ઘાટીમાં એક ડઝનથી વધુ એન્કાઉન્ટર દરમિયાન 22 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

- Advertisement -



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular