નવજીવન ન્યુઝ.ભાવનગર: સમગ્ર ગુજરાતમાં અગાઉ ગ્રેડ પે મામલે પોલીસકર્મી અને તેમના પરિવારો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે તે સમય દરમિયાન કેટલાક પોલીસકર્મી વિડીયોના મધ્યમથી ગ્રેડ પે મુદ્દાને સમર્થન આપતા હતા. પોલીસ ગ્રેડ પે મામલે મહિલા કોન્સટેબલ નીલમ મકવાણાની બદલી કરવામાં આવી હતી. જો કે તે ફરજ પર હજાર નહીં થતાં તેની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે આંદોલનનો મુદ્દો ચાલી રહ્યો હતો. તે દરમિયાન નવરંગપૂરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સટેબલ નીલમ મકવાણાએ પણ આંદોલનને સપોર્ટ કરતો પોતાનો ફોટો વોટ્સએપ સ્ટેટસમાં રાખ્યો હતો. જો કે મામલો મીડિયામાં બહાર આવતા અધિકારી દ્વારા ફોટો ડિલીટ કારવીને નવરંગપૂરા પોલીસ ગ્રૂપમાંથી પણ નીકાળી દીધા હતા.
પોલીસ ગ્રેડ પે આંદોલન સમયે ફરજ પર હજાર નહીં થતાં મહિલા પોલીસકર્મીની બદલી ભાવનગરમાં કરવામાં આવી હતી. બદલી કરયેલા કોન્સટેબલ ફરજ પર હજાર નહીં થતાં તેમની પર ફરિયાદ દાખલ થઈ હતી અને ગઇકાલે ભાવનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ભાવનગર ખાતે મારા ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ છે તો આજરોજ હું ત્યાં હાજર થવા જવાની છું તો બને એટલો મને સપોર્ટ કરવા વિનંતી છે મારા જ ડિપાર્ટમેન્ટે મને ગુનેગાર સાબિત કરીને મૂકી દીધી છે આ ન્યાયની લડત ક્યાં સુધી ચાલશે એની મને ખબર નથી પણ આશા છે કે મને ન્યાય મળશે જ.
— Nilam Makwana (@NilamMakwana28) January 28, 2022
મહિલા પોલીસે પોતાની આપતી જણાવતા ટ્વિટ કર્યું હતું કે પોલીસ ગ્રેડ પે બાબતે સરકાર તરફથી ગઈ તા:૨૮/૧૦/૨૧ ના રોજ કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીને બે મહિનાનો સમય આપવામાં આવેલ, આજે ત્રણ મહિના પૂરા થયા છે અને કમિટિ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી તેની સામે મારા જેવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલ છે ઉપરાંત અન્ય એક ટ્વિટમાં જણાવ્યુ હતું કે ભાવનગર ખાતે મારા ઉપર ગુનો દાખલ કરવામાં આવેલ છે તો આજરોજ હું ત્યાં હાજર થવા જવાની છું તો બને એટલો મને સપોર્ટ કરવા વિનંતી છે મારા જ ડિપાર્ટમેન્ટે મને ગુનેગાર સાબિત કરીને મૂકી દીધી છે આ ન્યાયની લડત ક્યાં સુધી ચાલશે એની મને ખબર નથી પણ આશા છે કે મને ન્યાય મળશે જ.
પોલીસ ગ્રેડ પે બાબતે સરકાર તરફથી ગઈ તા:૨૮/૧૦/૨૧ ના રોજ કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીને બે મહિનાનો સમય આપવામાં આવેલ, આજે ત્રણ મહિના પૂરા થયા છે અને કમિટિ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી તેની સામે મારા જેવા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલ છે
— Nilam Makwana (@NilamMakwana28) January 27, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












