Sunday, September 20, 2026
HomeNationalCJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ બનાવવાની વાત પર વિદ્યાર્થીઓ ભડક્યા, કહ્યું 'કોકરોચ કહેનારાના...

CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ બનાવવાની વાત પર વિદ્યાર્થીઓ ભડક્યા, કહ્યું ‘કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નથી લેવી’

- Advertisement -

Students outraged as university invites CJI : હૈદરાબાદની NALSAR યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે CJI સૂર્યકાંતને આમંત્રણ અપાતા મોટો વિવાદ (CJI Stuck in Controversy) સર્જાયો છે. વિદ્યાર્થીઓના એક જૂથે CJI ના તાજેતરના નિવેદનોને શૈક્ષણિક સ્વતંત્રતા વિરુદ્ધ ગણી આમંત્રિત કરવાનો વિરોધ કર્યો છે. નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ યુનિવર્સિટીના 2026ના બેચના વિદ્યાર્થીઓએ પ્રશાસનને પત્ર લખી નિર્ણય પર પુનઃવિચાર કરવા માગ કરી છે. જોકે, યુનિવર્સિટી પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ યુનિવર્સિટીના સત્તાધીશોએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત (Surya Kant CJI) ને આગામી પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ બનાવવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી મળતા વર્ષ 2026ના બેચના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, ફેકલ્ટી અને પ્રશાસનને એક પત્ર લખીને આ નિર્ણય પર તાત્કાલિક સમીક્ષા કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે, અદાલતના તાજેતરના કેટલાંક વલણો અને નિવેદનોથી વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રત્યે તેમની ઉદાસીનતા છતી થઈ છે. યુનિવર્સિટી પ્રશાસનને મોકલેલા પત્રમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવતા લખ્યું છે કે, “યુવાનોને વંદો કહેવાથી લઈને પોલીસ બર્બરતાના વીડિયો જોવાનો સમય ન હોવા જેવા અસંવેદનશીલ નિવેદનો આપીને CJI એ અમારા જેવા વિદ્યાર્થીઓ પ્રત્યે અણગમો દર્શાવ્યો છે. આવા સંજોગોમાં તેમને અમારી કોલેજમાં આમંત્રિત કરવા અને તેમના હસ્તે ડિગ્રી પ્રાપ્ત કરવી અમને યોગ્ય લાગતું નથી.”

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular