Monday, September 14, 2026
HomeGujaratચોર ફસાયો જાળીમાં, સુરતીઓ જોવા ટોળે વળ્યા

ચોર ફસાયો જાળીમાં, સુરતીઓ જોવા ટોળે વળ્યા

- Advertisement -

Surat Thief stuck in window: સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા રાજારામ નગર સોસાયટીમાં NRIના બંધ બંગલામાં ચોરીના ઈરાદે ઘૂસેલો અજાણ્યો યુવક સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. મકાનની બારીની સ્ટીલની જાળીમાંથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે યુવક ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તે બહાર નીકળવા માટે પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સફળ થઈ શક્યો નહોતો.

યુવક ગ્રીલમાં ફસાઈ જતાં આસપાસના સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગ્રીલમાં ફસાયેલા યુવકને કેટલાક લોકો લાકડી અને દંડા વડે માર મારી રહ્યા છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

- Advertisement -

વીડિયો વાયરલ થયા બાદ કાપોદ્રા પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. કાપોદ્રા પોલીસના પીઆઈ એમ.આર. સોલંકીના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયો નાના વરાછાની રાજારામ નગર સોસાયટીનો છે અને આ ઘટના આશરે 10 દિવસ જૂની છે. ઘટના સમયે પોલીસને આ અંગે કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મકાન લાંબા સમયથી બંધ હોવાનો લાભ લઈને અજાણ્યો શખ્સ અંદર ઘૂસ્યો હોવાનું જણાય છે. જોકે, ગ્રીલમાં ફસાયેલો યુવક કોણ હતો અને તેનો ચોક્કસ ઈરાદો શું હતો, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી.

કાપોદ્રા પોલીસે તપાસના ભાગરૂપે મકાન માલિક કિશોરભાઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. કિશોરભાઈ હાલ અમેરિકા સ્થાયી થયા છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે નાના વરાછા સ્થિત તેમનું મકાન ઘણા સમયથી બંધ છે.

- Advertisement -

મકાનમાલિકે વધુમાં જણાવ્યું હતું કે ઘટનામાં તેમના ઘરમાંથી કોઈ પ્રકારની ચોરી થઈ નથી. ઘરની અંદર કોઈ કિંમતી સામાન કે રોકડ પણ રાખવામાં આવી નહોતી. હાલ પોલીસે વાયરલ થયેલા વીડિયો અને ઉપલબ્ધ માહિતીના આધારે સમગ્ર મામલે કાયદેસરની તપાસ આગળ ધપાવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular