Friday, May 15, 2026
HomeNationalNEET Exam News : આવતા વર્ષથી NEET ની પરીક્ષા કૉમ્પ્યુટર બેઝ્ડ યોજાશે,...

NEET Exam News : આવતા વર્ષથી NEET ની પરીક્ષા કૉમ્પ્યુટર બેઝ્ડ યોજાશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : નીટ-યુજી પેપર લીક (NEET-UG paper leak) મામલામાં 14 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ છે. આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કૉન્ફરન્સ યોજી કહ્યું છે કે, આગામી વર્ષથી NEET UG Exam ઑનલાઈન એટલે કે કૉમ્પ્યુટર બેઝ્ડ (Computer Based) યોજાશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા કૉમ્પ્યુટર પર આપવાની રહેશે. જેના કારણે OMR શીટનો વિકલ્પ હટી જશે.

NTA દ્વારા સોશિયલ મીડિયા પર નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. હવે NEET 2026 ની નવી પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકાર લેશે અને વિદ્યાર્થીઓને તેમની પસંદગીના શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય અપાશે.

- Advertisement -

ધર્મેન્દ્ર પ્રધાને (Union Education Minister Dharmendra Pradhan) સ્વીકાર્યું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ખૂબ જ દુઃખદાયક હતો, પરંતુ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટે આ જરૂરી હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે 12 મે સુધીમાં ‘ગેસ પેપર’ ના નામે અસલી પ્રશ્નપત્રના સવાલો બહાર આવી ગયા હતા. NTA માં ‘ઝીરો એરર’ સિસ્ટમ લાગુ કરવી એ સરકારની પ્રાથમિકતા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular