Monday, June 8, 2026
HomeNationalનીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે બેઠકોનો...

નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા CM અંગે બેઠકોનો દોર શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : બિહાર રાજ્યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા નીતિશ કુમારે રાજ્યસભાના સાંસદ (Nitish Kumar takes oath as Rajya Sabha MP) તરીકે શપથ લીધા છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણ (C P Radhakrishna) ને નીતિશ કુમારને શપથ લેવડાવ્યા હતા. આજથી તેમની સંસદીય ઇનિંગની શરૂઆત થઈ છે. અત્રે નોંધનીય છે કે, નીતીશ કુમાર લોકસભા સાંસદ હતા અને અટલ બિહાર વાજપેયીની સરકાર (Atal Bihari Vajpayee’s Government) માં રેલવે મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.

બિહારમાં વર્ષ ૨૦૧૫ થી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા નીતિશ કુમાર (Nitish Kumar CM Bihar) થોડા સપ્તાહ અગાઉ CM પદ છોડવાની જાહેરાત થઈ હતી. અગાઉ ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી અને ૨૦૦૦ માં થોડા સમય માટે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું . જનતા દળ (યુનાઇટેડ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે શપથ વિધિ અગાઉ જે.પી. નડ્ડા સાથે મુલાકાત (Nitish Kumar meets J P Nadda) કરી હતી.

- Advertisement -

રાજ્યસભાના સાંસદ બની નીતિશ કુમારે રેકોર્ડ (Nitish Kumar Record) બનાવ્યો છે. નીતિશ કુમાર હવે એવા નેતા બની ગયા છે જેઓ વિધાનસભા અને લોકસભાની સાથે બંને ઉચ્ચ ગૃહો (વિધાનપરિષદ અને રાજ્યસભા) ના પણ સભ્ય રહ્યા છે. નીતિશ કુમાર આજે સાંજે જ પટના પરત ફરશે અને ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. નીતિશ કુમારનું સ્થાન કોને આપવું તેને લઈને દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની બેઠક (BJP Core Group Meeting) યોજાઈ રહી છે. બીજી તરફ પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા છે અને તેને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. જોકે, ભાજપ નેતૃત્વ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી વચ્ચે સંતુલન જાળવવા 14 એપ્રિલે અંતિમ નિર્ણય લઈ શકે છે

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular