Sunday, May 3, 2026
HomeGeneralપ્રિયંકા ચોપરા અને નિક જોનસ બન્યા માતા-પિતા, અભિનેત્રીએ પોસ્ટમાં કહ્યું- બેબી આવી...

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ બન્યા માતા-પિતા, અભિનેત્રીએ પોસ્ટમાં કહ્યું- બેબી આવી ગયુ છે

- Advertisement -

નવજીવન. નવી દિલ્હીઃ બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. અભિનેત્રીએ પોતે આ માહિતી તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પ્રિયંકા તેમજ તેના પતિ અને અમેરિકન ગાયક નિક જોનસે પણ માહિતી આપી છે કે તેમને ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે બાળકના જન્મની વાત શેર કરી હતી અને લખ્યું હતું કે, “અમે તમને જણાવતા ખુશ છીએ કે અમે સરોગસી દ્વારા બાળકને જન્મ આપ્યો છે. અમે આદરપૂર્વક કહેવા માંગીએ છીએ કે આ ચોક્કસ સમયે અમારી ગોપનીયતાનું ધ્યાન રાખવું જોઈએ, અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. આભાર”.



પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ બાદ તેમના પ્રિયજનોમાં આનંદ છે. સેલેબથી માંડીને સામાન્ય લોકો સુધી તેઓ પ્રિયંકા અને નિકને પેરેન્ટ્સ બનવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકે 2018માં પરંપરાગત રીતરિવાજો સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ લગ્ને ખૂબ ચર્ચા જગાવી હતી. લગ્ન બાદ પ્રિયંકા અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે. તે તેનો મોટાભાગનો સમય અમેરીકામાં વિતાવે છે.

પ્રિયંકા બોલિવૂડની એક અભિનેત્રી છે જેણે આંતરરાષ્ટ્રીય ઓળખાણ પણ મોળવી છે. તે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મોમાં શાનદાર અભિનયથી પ્રિયંકા ચોપરાએ ઘણી વખત દિલ જીતી લીધા છે. અભિનેત્રી પાસે બે રાષ્ટ્રીય પુરસ્કાર અને પાંચ ફિલ્મફેર એવોર્ડ છે. તે હોલિવૂડની બેવોચ અને ક્વોન્ટિકોમાં પણ જોવા મળેલી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular