નવજીવન.ગાંધીનગરઃ ગુજરાતમાં ગઈકાલે મુખ્યમંત્રીની નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોનાને નિયંત્રમમાં રાખવા માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. આ SOP મુજબ 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ અમલમાં રહેશે. આ ઉપરાંત રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વધારેમાં વધારે 150 વ્યક્તિ અને બંધ સ્થળમાં 50 ટકા લોકોને જ એકત્રિત કરી શકાશે. ગુજરાતમાં આ નવી SOPના સંદર્ભમાં આજે ગુજરાતનાં DGP આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
DGP આશિષ ભાટિયાએ જણાવ્યુ હતું કે, ” ગુજરાતમાં જેવી રીતે કોરોનના કેસમાં વધારો આવી રહ્યો છે તે જોતાં નાઈટ કરફ્યુ વાળા શહેરોની યાદીમાં બીજા કેટલાક શહેરોને પણ ઉમેરવામાં આવ્યા છે. અમારું કામ કડો અને વ્યવસ્થાનું છે. સરકાર દ્વારા જે ગાઈડલાઇન આપવામાં આવી છે તેનું પાલન કરવ્વાણું કામ અમારું છે. છેલ્લા એક અઠવાડિયામાં 97,903 લોકો પાસેથી માસ્ક ન પહેરવા માટે દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 3830 લોકો સામે ગુનો નોંધીને 3206 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. રાત્રિ કરફ્યુ દરમિયાન છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં 388 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, “હવે મોટા શહેરો ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ તેમજ ધાંગધ્રા જેવા નાના શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ અમલમાં છે. જેથી આ શહેરોના નાગરિકો પણ આ વાતનું ધ્યાન રાખે અને કોરોના ગઈડલાઇન યોગ્ય પાલન કરે. હઓટલ અને રેસ્ટોરન્ટમાં નવી SOP મુજબ જો 75 ટકા કરતાં વધારે ભીડ જોવા મળશે તો પોલીસ દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત SOP મુજબ જો અન્ય સ્થળો પર પણ જો મજૂરી કર્તા વધારે લોકો એકત્રિત થાહસે તો તેમની સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












