નવજીવન.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પંચાયતમાં કોંગ્રેસમાંથી પૂર્વ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા અને બાયડ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય સરકારના પૂર્વ ગૃહમંત્રી અને ચૂંટણી પ્રભારી પ્રદીપસિંહ જાડેજા જે હોટલમાં રોકાણ કરતા હતા તે હોટલના પટાંગણમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડીને ઝડપી પાડી દારૂબંધીની બૂમો પાડતી સરકારની ચૂંટણીમાં પોલ ખુલ્લી પાડી દીધી હતી. ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી મોહભંગ થતા કેસરિયો ખેસ પહેરી લઇ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે તેમને બનાસકાંઠા કિસાન મોરચાના પ્રભારી તરીકે નિમણુંક કરી હતી. ડેમાઈ ગામમાં બે દિવસ અગાઉ જૂથ અથડામણમાં કીર્તિ પટેલ સહીત સામસામે ફરિયાદ નોંધાતા બાયડ પોલીસે અટકાયત કરતા કીર્તિ પટેલે બાયડ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી હંગામો મચાવ્યો અને PI સાથે ઘર્ષણનો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે.
બાયડ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અને ડેમાઈ ગામના ભાજપ અગ્રણી વચ્ચે તૂં..તૂં, મેં..મેં થયા પછી ૯૬ સેકન્ડનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. જેમાં કીર્તિ પટેલ પીઆઈને તમે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું અને તમે એક તરફી કાર્યવાહીનો આક્ષેપ કરતા પીઆઈ તમારે જે કહેવું હોય તે કોર્ટમાં કહેવાનું અને પોલીસ સ્ટેશન કીર્તિ ગિરીશ પટેલના બાપનું નથી. ગમે તે ફરિયાદ કરી શકે છે તેમ કહેતા કીર્તિ પટેલ વધુ ઉશ્કેરાઈ તમે મને મારી નાખવા અને મર્ડર કરવા માંગતા હોવાનો આક્ષેપ કરતા પીઆઈ પણ સમસમી ઉઠ્યા હતા, અને કોર્ટમાં તારે જે કહેવું હોય તે કહેજે મારી હાજરીમાં તેમ બોલતા સંભળાઈ રહ્યું છે. હાલ તો આ વિડીયો કલીપ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહી છે.
ચાર દિવસ અગાઉ ડેમાઈ ગામમાં બે જૂથ બાખડયા પછી પોલીસે સામસામે ફરિયાદો નોંધી કુલ-૧૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે તે પૈકી પાંચ આરોપીઓને દબોચી લઈ કોરોના રિપોર્ટ કરાવી લૂંટ સહિતના ગંભીર ગુનાની પૂછતાછ શરૃ કરી છે. ત્યારે આ કેસના ફરિયાદી તેમજ ઉભય પક્ષે આરોપી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અગ્રણી કિર્તી પટેલ અને બાયડ સી.પી.આઈ. એસ.એન.પટેલ વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ કોઈ મામલે જીભાજોડી થઈ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












