નવજીવન. પણજી: ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે બળવાખોર તેવર અપનાવ્યા છે. ભાજપ તરફથી ટિકિટ ન મળતાં તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે ભાજપના ઉમેદવાર પર સવાલ ઉઠાવ્યા છે. ઉત્પલ પર્રિકરે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે હું મારા પિતાના મૂલ્યો સાથે ઊભો રહ્યો. મેં ભાજપને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો કે મને કાર્યકરોનો ટેકો છે, પરંતુ અહીંની ટિકિટ તકવાદી ઉમેદવારને આપવામાં આવી છે. હું સ્વતંત્ર ચૂંટણી લડીશ. મનોહર પર્રિકરના પુત્રએ આ સાથે ભાજપ છોડવાની જાહેરાત કરી છે. ઉત્પલ પર્રિકરે પણજી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપે ઉત્પલને ગોવાની યાદીમાં ઉમેદવાર બનાવ્યો ન હતો. આમ આદમી પાર્ટીએ પણ ઉત્પલને પોતાની પાર્ટીમાંથી ટિકિટ ની ઓફર કરી હતી અને વર્તમાન ઉમેદવારને પાછો ખેંચી લેવાની ઓફર આપી હતી, જોકે ઉત્પલે કોઈ પણ પક્ષના સમર્થન વિના મેદાનમાં ઉતરીને પોતાની તાકાત બતાવવાનો નિર્ણય કર્યો છે.
ભાજપે બે દિવસ પહેલા ગોવા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ગોવાના ભૂતપૂર્વ સીએમ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને ભાજપે ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. ગોવામાં ભાજપ સરકારના મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું હતું કે, “તમે કોઈના પુત્ર છો એટલે ભાજપ કોઈને ટેકો નહીં આપે. ગોવાના આરોગ્ય પ્રધાન રાણેએ સ્વીકાર્યું હતું કે મનોહર પર્રિકર ગોવામાં સત્તાધારી ભાજપના સૌથી મોટા નેતા હતા પરંતુ તેમણે જાહેરાત કરી હતી કે તેમના પુત્ર ઉત્પલે ભાજપ સાથે કામ કરવું જોઈએ, શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. રાજકીય વારસાને આગળ વધારવાનો અર્થ એ નથી કે ટિકિટ આપવામાં આવશે.”
ઉત્પલ પર્રિકરનું નામ નથી. ઉત્પલ પણજી વિધાનસભા બેઠક પરથી ટિકિટની માંગ કરી રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની ઓફર કરી હતી. ઉત્પલને ઓફર કરતાં કેજરીવાલે એક ટ્વીટમાં લખ્યું હતું કે, “ગોવાના લોકો દુ:ખી છે કે ભાજપે પર્રિકર પરિવારની સાથે મળીને યુઝ અને થ્રોની નીતી અપનાવી છે. મેં હંમેશાં મનોહર પર્રિકરજીનું સન્માન કર્યું છે. આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણીમાં લડવા માટે ઉત્પલજીનું સ્વાગત છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












