નવજીવન. નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના દૈનિક કેસ 3 લાખથી વધુ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3,37,704 નવા કેસ નોંધાયા છે. જોકે કોરોનાના કેસમાં ગઈકાલની તુલનામાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે કોરોનાના 3,47,254 કેસ નોંધાયા હતા. સાથે જ દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 10,050 સુધી પહોંચી ગયા છે. ઓમિક્રોનના કેસમાં ગઈકાલની તુલનામાં ૩.૬૯ ટકાનો વધારો નોંધાયો છે.
કોરોનાના કેસોમાં વધારો અને દેશમાં સાજા થતા લોકોની ઓછી સંખ્યાને કારણે એક્ટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટીવ કેસ વધીને 21,13,365 થઈ ગયા છે. દેશમાં એક્ટીવ કેસ કુલ કેસોના ૫.૪૩ ટકા સુધી પહોંચી ગયા છે. હાલ દેશમાં રિકવરી રેટ ઘટીને 93.31 ટકા થઈ ગયો છે.
કોરોનામાંથી મોટી સંખ્યામાં લોકો સાજા પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનામાંથી 2,42,676 લોકો સાજા થયા છે, જે પછી કોરોનામાંથી સાજા થતા લોકોની સંખ્યા વધીને 3,63,01,482 થઈ ગઈ છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧૭.૨૨ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧૬.૬૫ ટકા નોંધવામાં આવ્યો છે. આ સાથે દેશમાં કોરોનાના ટેસ્ટીંગ માટે 71.34 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












