Saturday, April 18, 2026
HomeGujaratAhmedabadGujarat Police ને દોડતી કરનારી ઘટના ફરી ના બને તે માટે અમદાવાદ...

Gujarat Police ને દોડતી કરનારી ઘટના ફરી ના બને તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું કોમ્બીંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગત હોળી-ધૂળેટી પર વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંકના કારણે પોલીસની આબરૂનું ધોવાણ થયું હતું.

ગત વર્ષે હોળીના તહેવાર ટાણે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગુંડા ટોળકીએ સરા જાહેર મચાવેલા આતંકની ઘટનાના કારણે પોલીસની આબરૂનું ધોવાણ થઈ ગયું હતું. મીડિયામાં ખૂબ ગાજેલી આ ઘટના બાદ રાજ્યના તત્કાલીન ડીજીપી વિકાસ સહાયે Gujarat Police ને 100 કલાકમાં ગુંડા/અસામાજિક તત્વોની યાદી બનાવી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો, પરંતુ આદેશના અમલમાં કેટલાંક અધિકારીઓએ ભેદભાવ રાખ્યો રહ્યો હતો. જો કે, આ વર્ષે અમદાવાદ શહેરમાં આવી કોઈ ઘટના ફરી ના બને તે હેતુથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સક્રિય બની છે અને કેટલાંક વિસ્તારોમાં કોમ્બીંગ હાથ ધરી ધાક જમાવવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -

વસ્ત્રાલની ઘટનાએ રાજ્ય પોલીસને દોડતી કરી હતી

વર્ષ 2025માં હોળીના તહેવાર દરમિયાન રામોલ પોલીસની હદમાં વસ્ત્રાલ ખાતે લુખ્ખાઓએ વર્તવેલા કાળા કેરે Ahmedabad Police ને બેઆબરૂ કરી હતી. આ ઘટનાના વીડિયો દેશભરના મીડિયામાં પ્રસારિત થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યાં અને તે જ કારણે ખુદ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. વસ્ત્રાલની ઘટનાના પગલે રાજ્ય પોલીસ વડા Vikas Sahay એ રાજ્યભરના ગુંડાઓ/અસામાજિક તત્વોની 100 કલાકમાં યાદી બનાવવા સહિતની સૂચનાઓ આપી. તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ IG/DIG અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી અનેક કડક સૂચનાઓ આપી. પોલીસ અધિકારીઓની કામ કરવાની પદ્ધતિને લઈને સંઘવીએ સૌને આડે હાથ લીધા હતા.

પોલીસની ધાક જમાવવા કોમ્બીંગ કરાયું

- Advertisement -

Ahmedabad Crime Branch ની અનેક ટીમોએ શનિવારની મોડી રાતે રામોલ, અમરાઈવાડી અને સરખેજ પોલીસ મથકની હદમાં ધામા નાખ્યાં હતાં. મોડી રાતથી વહેલી સવાર સુધી અનેક પોલીસ ટુકડીઓએ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 42 માથાભારે શખસોની પૂછપરછ કરી હતી. દારૂ પીધેલા તેમજ દારૂ પીને વાહન ચલાવવાના 50થી વધુ કેસ કર્યા અને બુટલેગરોના ત્યાં દરોડા પણ પાડ્યા. નારકોટિક્સના કેસમાં સંડોવાયેલા 32 પેડલરને પોલીસે તપાસ્યા હતા. સમગ્ર કોમ્બીંગ ઑપરેશન પાછળનો હેતુ હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પોલીસની ધાક રહે તે માટે હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular