Monday, February 17, 2025
HomeGujaratAhmedabadદાદા બનવા નિકળેલા તત્વોનું ઘર થયું કડડભૂસ…પોલીસને ભગાડવી ભારે પડી

દાદા બનવા નિકળેલા તત્વોનું ઘર થયું કડડભૂસ…પોલીસને ભગાડવી ભારે પડી

- Advertisement -

આસીફ કાદરી (નવજીવન ન્યુઝ.અમદાવાદ): રાજ્યમાં સબ સલામતના દાવા વચ્ચે અસામાજીક તત્વોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) રખિયાલ વિસ્તારમાં પોલીસને પણ આરોપીઓએ તલવારો અને હથિયારો બતાવી ભગાવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે (Ahmedabad Police) આ મામલે કાર્યવાહી કરી મુખ્ય આરોપી ફઝલ શેખ સહિત 4 આરોપીની ધરપકડ કરી ગતરોજ શુક્રવારે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. ત્યારે હવે આરોપી ફઝલના મકાનને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં તારીખ…ના રોજ અસામાજિક તત્વોનો ભયંકર આતંક સામે આવ્યો હતો. આ ઘટનામાં આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓ પણ જીવ બચાવવા નાસી ગયા હતા જેના કારણે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યમાં પડ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતીના ચીંથરે હાલથી લોકો ચિંતિંત પણ છે. એવામાં હવે પોલીસ અને સરકાર કડક હાથે કામ લેતી હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આરોપી ફઝલનું અમદાવાદ અકબરનગર વિસ્તારમાં આવેલું ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન ગણગણાટ જોવા મળ્યો હતો કે આરોપી ફઝલનું ગેરકાયદેસર મકાન અને તેને ધંધા હવે છેક પોલીસને દેખાયા જ્યારે તેનું મકાન H ડિવિઝન એ.સી.પી. કચેરીને અડીને જ આવેલું હતું. ટૂંકમાં નાગરિકોના મનમાં સવાલ હતો કે પહેલા જ આરોપીને ડામી દેવાયા હોત તો કદાચ આ સ્થિતીનું નિર્માણ આજે ન થયું હોત.

- Advertisement -

આરોપીના મકાનને બુલડોઝર લઈ તોડવા પહોંચેલી અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે ચાંપતા બંદોબસ્ત વચ્ચે આજે મકાન જમીન દોસ્ત કર્યું હતું. સાથે જ આ કામગીરી પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા વડે સતત સર્વેલન્સ પણ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે અમદાવાદ મહાનરપાલિકાના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જર દ્વારા પત્ર લખી આ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી જેના પગલે મહાનગરપાલિકાએ ડિમોલેશનની કામગીરી કરી છે તેવી પણ ચર્ચાઓ જોવા મળી હતી.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular