Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadAhmedabad: જીન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ડૂબી જતાં 3 વ્યક્તિના મોત

Ahmedabad: જીન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ડૂબી જતાં 3 વ્યક્તિના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી છે. અહીં જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવક મૃત્યુ પામ્યા છે. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણકારી આપવામાં આવતા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી અને પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા તથા વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા છે.

ઘટના કાંઈક એવી બની છે કે, દાણીલીમડામાં આવેલા ખોડિયારનગર નજીક એક જીન્સ બનાવતી કંપની છે, ત્યાં કાપડ ધોવાની ટાંકીમાં સુનીલ રાઠવા, વિશાલ ઠાકોર તથા પ્રકાશ પરમાર નામના ત્રણ યુવકો ડૂબી ગયા હતા. આ યુવકોની ઉંમર 25થી 30 વર્ષ જેટલી હોવાનું માનવામાં આવે છે. યુવકો ડૂબ્યાની ઘટનાને લઈને મૃતકોના પરિજનોએ કંપની પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. જેમાં તેમનું કહેવું છે કે તેઓ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાને કારણે તેઓ મૃત્યુ પામ્યા છે. જોકે હજુ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મામલાને લઈને પોલીસ સ્થળ પર પહોંચી અને યુવકોના મૃતદેહોને એલજી હોસ્પિટલ ખાતે ફોરેન્સીક તપાસ માટે ખસેડ્યા છે.

- Advertisement -

હવે આ મામલામાં જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવે અને પોલીસ તપાસ સાચી દિશામાં આગળ વધે ત્યારે વધુ ચિત્ર સ્પષ્ટ થાય તેમ છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular