Friday, April 24, 2026
HomeGeneralગુજરાતમાં આજે કોરોનાના નવા 20,966 કેસ નોંધાયો, 12 દર્દીના મૃત્યુ, અમદાવાદમાં સૌથી...

ગુજરાતમાં આજે કોરોનાના નવા 20,966 કેસ નોંધાયો, 12 દર્દીના મૃત્યુ, અમદાવાદમાં સૌથી વધારે 8529 કેસ નોંધાયા

- Advertisement -

નવજીવન. ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે રોજ આવતા કોરોનાના નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના 20,966 નવા કેસ નોંધાયા હતા અને 12 મૃત્યુ થયા હતા. તેની સાથે જ આજે નવા આવતા કેસનો આંકડો 20 હજારને પાર કરી ગયો છે. આજના કેસ સાથે ગુજરાતમાં અત્યારે કુલ 90,726 એક્ટિવ કેસ છે જેમાંથી 125 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 90,601 દર્દીઓ સ્ટેબલ છે.

ગુજરાતમાં આજે નોંધાયેલા નવા કેસમાં સૌથી વધારે 8529 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. જેમાં 8391 કેસ અમદાવાદ શહેરમાં જ્યારે 138 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. જ્યારે આજે અમદાવાદમાં 6 દર્દીના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં બીજા નંબરે સુરત કોર્પોરેશનમાં 3318 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ થયુ હતુ. તેમજ ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરા કોર્પોરેશનમાં 1998 કે નોંધાયા હતા. આ ઉપરાંત ગુજરાતમાં આજે વલસાડમાં અને સાબરકાંઠામાં 2 તથા ભરૂચમાં એક દર્દીનું મૃત્યુ થયુ હતુ.

- Advertisement -



આજે નોંધાયેલા 20,966 કેસની સામે ગુજરાતમાં આજે 9828 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 89.69 ટકા થયો છે જે થોડા જ દિવસો પહેલા 98 ટકા હતો. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નાગરીકોએ કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular