પ્રશાંત દયાળ (નવજીવન.કચ્છ) : સોશીયલ મિડીયાના આગમન પછી તે અનેક બાબતો જોખમી સાબીત થઈ રહી છે, હાલમાં દરેકના હાથમાં સમાર્ટ ફોન છે, એટલે દરેકને પોતાનો ચહેરો અને પોતાનો વિડીયો જુવો ગમે છે, આવી જ કઈક ગમ્મત ગુજરાત પોલીસના ચાર પોલીસ જવાનો કરવા માગતા હશે પરંતુ તેમણે પોતે ઉતારેલો પોતાનો વિડીયો તેમના માટે ઘાતક બનશે તેવી તેમને કલ્પના નહીં હોય.
સોશીયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેનાં એક કારમાં સવાર ચાર પોલીસવાળા કારની મ્યુઝીક સીસ્ટમ ઉપર વાગી રહેલા મ્યુઝીક ઉપર ઝુમી રહ્યા છે આમ આખી ઘટના બહુ સ્વભાવીક છે આવુ અનેક લોકો કરતા હોય છે પણ તફાવત એટલો હતો આ આ ચાર પોલીસ જવાનો યુનિફોર્મમાં હોવાને કારણે તેઓ પોલીસ છે તેવુ પ્રસ્થાપિત થતુ હોવાને કારણે વિડીયોને આંધી જેવો વેગ મળ્યો હતો. આ ઘટના કેટલી ગંભીર બનશે કદાચ આ પોલીસ જવાનોને ખબર નહીં હોય.

પરંતુ વિડીયો વાયરલ થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો અને ચાર પોલીસ પૈકી ત્રણ જવાન કચ્છ પોલીસમાં ફરજ બજાવતા હતા જગદીશ સોંલકી, હરેશ ચૌધરી અને રાજા હિરાગર ગાંધીધામ એ ડીવીઝનમાં ફરજ બજાવતા હતા જેમને ડીએસપી દ્વારા તાત્કાલીક ફરજ મોકુફી ઉપર ઉતારી દીધા છે, જયારે ચોથો પોલીસ જવાનો બનાસકાંઠાનો હોવાને તેની સામે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે જુઓ આ વિડીયો
ગુજરાતઃ ચાર પોલીસને યુનિફોર્મમાં ગીત ઉપર ઝુમવુ મોંધુ પડયુ, Video વાયરલ થયો પછી શુ થયુ જાણો અને વિડીયો જુઓ
.@dgpgujarat @GujaratPolice @sanghaviharsh pic.twitter.com/ahQxstmCqt— Navajivan News (@NavajivanNews) January 19, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












