Monday, April 20, 2026
HomeBusinessગોલ્ડ સિલ્વર રેશિયો કહે છે કે ૨૦૨૫માં ચાંદી ઐતિહાસિક ભાવ ૪૯.૭૬ ડોલરને...

ગોલ્ડ સિલ્વર રેશિયો કહે છે કે ૨૦૨૫માં ચાંદી ઐતિહાસિક ભાવ ૪૯.૭૬ ડોલરને કુદાવી જશે

- Advertisement -

ટૂંકા અને મધ્યમગાળામાં ચાંદીના ભાવ ૩૫ ડોલરના લક્ષ્યાંક સાથે વધતાં રહેશે

ભારતમાં ચાંદીના ઘરેણાંની માંગ જગતને દોરવણી આપશે

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સમયાંતરે સોના (Gold) ચાંદીમાંથી (Silver) કઈ ધાતુ વધારે નફો આપશે, તેની ગણતરીમાં ગોલ્ડ સિલ્વર રેશિયો (Gold Silver Ratio) મહત્વની ભૂમિકા નિભાવે છે. આ રેશિયો રોકાણકાર અને વેપારીઓને એ સમજ આપે છે કે સોનું અને ચાંદી એક બીજાની સ્પર્ધામાં કઈ રીતે ઉતાર ચઢાવ કરશે. રોકાણકારને રેશિયો, એ પણ સમજ આપે છે કે કયા ગોલ્ડ સિલ્વર રેશિયોથી, ક્યારે સોનું કે ચાંદી વેચવા કે ખરીદવા. એક ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) સોનાના ભાવથી એક ઔંસ ચાંદીના ભાવનો ભાગાકાર કરવાથી જે રકમ આવે તેને આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો કહીશું. ગુરુવારે ઇન્ટ્રાડેમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ ૨૩૮૦ ડોલર હતો, જ્યારે ચાંદી ૨૮.૪૮ ડોલર બોલાતી હતી. આથી ગોલ્ડ સિલવર રેશિયો ૮૩.૬૧ થયો હતો.

જો આ રેશિયો વધે તો સમજવું કે ચાંદી કરતાં સોનાના ભાવ વધુ વેગથી વધી રહ્યા છે, આ સંયોગમાં રોકાણકારોએ સોનાને મૂડીરોકાણનું સ્વર્ગ ગણવું જોઈએ, આનો અર્થ એ થાય કે અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ નિર્માણ થઈ છે. આથી વિપરિત રેશિયો ઘટે ત્યારે સમજવું કે ચાંદીના ભાવ, સોનાની તુલનાએ વધુ વેગથી વધી રહ્યા છે અથવા ચાંદીના મૂલ્ય કરતાં સોનાની કિમત ઓછી આકર્ષક છે. રેશિયો એ પણ સૂચવે છે કે કઈ કીમતી ધાતુ અત્યારે, નફાકારક મૂડીરોકાણ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યારે રેશિયો ખૂબ ઊંચે જતો રહે, ત્યારે રોકાણકારે સોનું વેચીને પણ ચાંદી ખરીદવી જોઈએ.

- Advertisement -

ઐતિહાસિક રીતે જોઈએ તો ૧ મે ૨૦૨૦ના રોજ ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૬.૨૭ ઓલ ટાઈમ હાઇ થયો હતો. જ્યારે તે ૧ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ ૧૮.૮૩ના તળિયે બેસી ગયો હતો. જેમને ફુગાવા કે તેનાથી વિપરીત સ્થિતિ અથવા વ્યાજદર વધઘટ કે કરન્સી મૂલ્ય ઘટી જવાનો ડર લાગતો હોય તેમણે ગોલ્ડ સિલ્વર રેશિયો ટ્રેડિંગ કરવું જોઈએ. જ્યારે કોઈ પણ રાષ્ટ્રના કાગળિયા નાણાનું અવમૂલ્યન થાય ત્યારે, જગતની કોઈ પણ અસ્ક્યામત કરતાં કીમતી ધાતુઓએ તેમનું હકારાત્મક મૂલ્ય જાળવી બચતનું સંરક્ષણ કરે છે.

૧૨ એપ્રિલ શુક્રવારે, સોનાએ ૨૪૩૧.૫૫ ડોલર અને ચાંદી એપ્રિલ ૨૦૧૧માં ૪૯.૭૮ ડોલરની ઐતિહાસિક ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો સોના કરતાં ચાંદીના ભાવ વધુ ઘટે કે વધે ત્યારે રેશિયોમાં મોટી ઉથલપાથલ જોવા મળે છે, જે હાલમાં જોવા મળતી નથી. રોકાણકારો જ્યારે પણ રેશિયોને ધ્યાનમાં રાખીને સોદા કરતાં થાય છે, ત્યારે ચાંદીની માંગ વધતી હોય છે અને ભાવ પણ.

આ વર્ષના આરંભથી ચાંદીના ભાવ ૧૮.૬૦ ટકા, અને સોનાના ૧૪.૮૦ ટકા વધ્યા છે, ભારતીય રૂપિયામાં સોનાના ભાવ ૧૫.૩૦ ટકા વધ્યા છે. છેલ્લા બાવન સપ્તાહમાં ચાંદીના ભાવ ૧૨ એપ્રિલે ૨૯.૮૦ ડોલર સૌથી ઊંચા અને નીચા ૧૦ ઓકટોબર ૨૦૨૩ના રોજ ૨૦.૬૯ નોંધાયા હતા. અમારું માનવું છે કે ટૂંકા અને મધ્યમગાળામાં ચાંદીના ભાવ ૩૫ ડોલરના લક્ષ્યાંક સાથે વધતાં રહેશે. જો લાંબાગાળાના હકારાત્મક ફંડામેનટલ્સનો પ્રભાવ જોઈએ તો આ લક્ષ્યાંક ૪૦ ડોલર અને ત્યાર પછી ૪૮ ડોલરનો રહેશે. અમારું એ પણ માનવું છે કે વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કો વ્યાજદર ઘટાડવાના મમતે ચઢી છે, જે બિનઉત્પાદકીય અસ્કયામતો માટે આકર્ષણનું કારણ બનશે. આ જોતાં ૨૦૨૫માં ચાંદી તેના ઐતિહાસિક ભાવ ૪૯.૭૬ ડોલરને કુદાવી જશે.

- Advertisement -

સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ માને છે કે આ વર્ષે ચાંદીની જાગતિક ઔધ્યોગિક માંગ ૯ ટકાના અને જવેલરી માટે ૬ ટકાના દરે વધશે. શક્ય છે કે ભારતમાં ચાંદીના ઘરેણાંની માંગ જગતને દોરવણી આપશે, અમેરિકામાં પણ હાલમાં જવેલરી માંગ વધી રહી છે. આ અહેવાલમાં કહેવાયું છે કે કન્ઝુમર ઇલેક્ટ્રોનિક સેકટરની માંગમાં સુધારો જોવવા મળશે, જે વાસ્તવિક માગની આગેવાની લેશે, પરિણામે ચાંદીની બજારને નવી દોરવણી પ્રાપ્ત થશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular