૨૦૨૨થી અત્યાર સુધીમાં કોમોડિટીના ભાવમાં ૪૦ ટકાનો ઘટાડો થયો
એલ્યુમિનિયમનું માસિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં ૩.૫ ટકા વધ્યું તે માર્ચમાં ૭.૨ ટકા વધી ૬૧ લાખ ટન
આ વર્ષે આરંભથી જ તેજીમાં ચાલતી ચાંદીના ભાવ અત્યાર સુધીમાં ૨૦ ટકા વધ્યા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): નેચરલ ગેસ, એલ્યુમિનિયમ, ખાંડ, ઘઉ જેવી અસંખ્ય કોમોડિટી તળિયે આવી ગઈ છે, ત્યારે રોકાણકારો માટે આ આ બધી જાતોમાં દાખલ થવાની તક ઊભી થઈ છે. ગત સપ્તાહે એક તબક્કે નેચરલ ગેસ મે વાયદો ૧.૮૫ ડોલર અને જૂન ૧.૬૬ ડોલરના નવા નીચા ભાવે ટ્રેડ થયા હતા. સુગર મે વાયદો ૧૯.૧૭ સેંટ અને જૂન ૧૯.૦૯ સેંટ, ઘઉ મે ૫.૧૯ ડોલર અને જૂન ૬.૧૧ ડોલર, એલ્યુમિનિયમ મે વાયદો ૨૫૬૨ ડોલર જ્યારે જૂન વાયદો ૨૫૬૦ ડોલરના નવા વાર્ષિક તળિયાના ભાવ મુકાયા હતા. અન્ય કોમોડિટીમાં બિટકોન સહિત અમેરિકન ડોલર ઇંડેક્સ વિગેરે નવી ઊંચાઈ સર્જી ચૂક્યા છે.
આપણે નેચરલ ગેસની વાત કરીએ તો જૂન રોકડો વાયદો પણ નવી બોલતાં બનાવવા અગ્રેસર છે. તાજેતરમાં ભાવ ઘટયા, તેનું મૂળ કારણ છે વધુ પડતો પુરવઠો અને નબળી માંગ છે. અન્ય સોફ્ટ કોમોડિટીમાં પણ વત્તેઓછે અંશે આવુજ વલણ જોવાયું હતું. મોનીટરીંગ એગ્રિકલ્ચરલ રિસોર્સિસ (માર્સ)નો માસિક અહેવાલ કહે છે કે યુરોપિયન યુનિયનમાં ઘઉની પ્રતિ હેકટર ઊપજ (યીલ્ડ) અગાઉના અંદાજ ૫.૭૦ ટન અને પાંચ વર્ષની સરેરાશ ૫.૬૫ ટન કરતાં વધીને ૫.૭૨ ટન આવવાનો અંદાજ છે.
થાઈલેન્ડની ઓફિસ ઓફ ધ કેન એન્ડ સુગર બોર્ડ કહે છે કે ૨૦૨૩/૨૪ની મોસમમાં સુગર ઉત્પાદન, અગાઉની ધારણા કરતાં સહેજ વધીને ૮૮ લાખ ટન આવશે. બોર્ડ કહે છે કે થાઈલેન્ડના ખેડૂતો ટેપીઓકા કંદની જમીન શેરડી વાવેતરમાં સિફટ કરશે, તે જોતાં ૨૦૨૪/૨૫નું શેરડીનું ઊપજ/ઉત્પાદન વધુ આવશે.
ઇન્ટરનેશનલ એલ્યુમિનિયમ એસોસિયેશનના તાજા અહેવાલ કહે છે કે જગત આખાનું દૈનિક સરેરાશ કાચું એલ્યુમિનિયમ ઉત્પાદન, ફેબ્રુઆરીના ૧.૯૫૪ લાખ ટનથી વધીને માર્ચમાં ૧.૯૫૯ લાખ ટન આવ્યું હતું. આગેવાન ઉત્પાદક દેશમાં ઉત્પાદન દર સતત વધતો રહેતા વર્ષાનું વર્ષ મહિના દર મહિના એલ્યુમિનિયમનું માસિક ઉત્પાદન ફેબ્રુઆરીમાં ૩.૫ ટકા વધ્યું હતું તે માર્ચમાં ૭.૨ ટકા વધી ૬૧ લાખ ટન (આટોબર ૨૦૨૩માં સૌથી વધુ ઉત્પાદન આવ્યું હતું) નોંધાયું હતું. સંયુક્ત રીતે આ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં સર્વાંગી ઉત્પાદન વર્ષાનું વર્ષ ૪.૧ ટકા વધીને ૧૭૮ લાખ ટન આવ્યું હતું.
ચાંદી, સોનાનું અનુસરણ કરતી હોઇ, આ વર્ષે આરંભથી જ તેજીમાં ચાલતી આ સફેદ મેટલના ભાવ અત્યાર સુધીમાં ૨૦ ટકા વધ્યા છે. ૨૦૨૪માં સૌથી વધુ ભાવ વધારા માટે અગ્રેસર રહેલું સોનું પણ છેલ્લા ચાર મહિનામાં ૧૪ ટકા વધ્યું છે. ૨૦૨૧ના આરંભમાં જોવાયેલો ચાંદીમાં રોકાણકારોનો ખરીદી ઉત્સાહ ઉચ્ચ સ્તરે જોવાયો, તેના કરતાં આ વખતે વધૂ ખરીદી થતાં ભાવ ૩૦ ડોલરની નજીક પહોંચી ગયા છે.
સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે વિક્રમ ઔધ્યોગિક વપરાશ, ખાસ કરીને સસ્તા ગ્રીન એનર્જી સાધનો જેવાકે સોલાર પેનલના ઉત્પાદન માટે ચાંદીની વધતી માંગ અને બીજી તરફ વર્તમાન પુરવઠા અછત, ભવિષ્યમાં ભાવને કયા સ્તરે લઈ જશે તે કહેવું મુશ્કેલ છે. શક્ય છે કે આને લીધે ભાવ ઊંચે જવાની શક્યતા જોતાં, સિલ્વર આધારિત એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડના રોકાણકારોને વધુ વળતર મળી શકે છે.
અર્થતંત્રમાં ડિફલેશનરી (ફુગાવા કરતાં વિપરીત વલણ) દબાણ હળવું થયું હોવાથી, ઊંચો ફુગાવાદર પણ કોમોડિટી બજારની તરફેણ કરી રહ્યો હતો. વર્લ્ડ બેન્કે ગત સપ્તાહે એક અહેવાલમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ઘટી રહેલા ભાવ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યા છે અને આ ઘટાડાનો પ્રવાહ ગમ્મે ત્યારે અટકી પડશે. મધ્યપૂર્વના યુધ્ધે ઘટતા ફુગાવાને બ્રેક મારી હતી, અને કેટલીક કોમોડિટીમાં ભાવ ઘટાડો અટકી ગયો હતો. આ અહેવાલ કહે છે કે ૨૦૨૨થી અત્યાર સુધીમાં કોમોડિટીના ભાવમાં ૪૦ ટકાનો ઘટાડો થયો હતો. પરિણામે પાછલા બે વર્ષમાં જાગતિક ફુગાવા વૃધ્ધિ દર બે ટકા ઘટ્યો હતો.
(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








