Friday, October 23, 2026
HomeNationalધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે છેડતીની ફરિયાદ કરનાર મહિલાએ જોધપુર હાઈકોર્ટમાં જીવન ટૂંકાવવાનો...

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે છેડતીની ફરિયાદ કરનાર મહિલાએ જોધપુર હાઈકોર્ટમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જોધપુર: ગુજરાતના પૂર્વ મંત્રી અને હાલના પ્રાતિંજના (Prantij) ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર (MLA Gajendrasinh Parmar) તેમના પર થયેલા છેડતીના કેસને લઈ ચર્ચામાં છે. મહિલા સાથે જાતીય શોષણના આરોપસર ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે આજે જોધપુર હાઈકોર્ટમાં (Jodhpur High Court) સુનાવણી થવાની હતી. પણ તે પહેલા જ ફરિયાદી મહિલાએ હાઈકોર્ટમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, 2020માં અમદાવાદની કથિત પીડિત મહિલા પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સાથે પરિચયમાં આવી હતી. બાદમાં ગજેન્દ્રસિંહ પરમાર અને મહિલા તેની સગીર વયની દીકરી સાથે જેસલમેર ફરવા ગયા હતા. તે દરમિયાન રસ્તામાં મહિલાને ઊલટી આવતા તે કારમાંથી ઉતારી ગઈ હતી અને તેની સગીર દીકરી કારમાં જ બેસેલી હતી. મહિલાના આક્ષેપ અનુસાર જ્યારે તેની સગીર દીકરી કારમાં એકલી હતી, ત્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તેમની સાથે રહેલા લોકોએ સગીરા સાથે જબરજસ્તી કરી હતી. બાદમાં સગીરાએ જેસલમેર જવાનો ઈન્કાર કર્યો હતો અને અમદાવાદ પરત ફરી હતી.

- Advertisement -

માર્ચ 2022માં મહિલાએ ધારાસભ્ય સામે શારિરીક શોષણનો આરોપ મૂક્યો હતો અને ધારાસભ્ય અને તેની સાથે રહેલા લોકો સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે પોલીસે મહિલાની ફરિયાદ લીધી ન હતી. જેના કારણે 2022માં જ મહિલાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. તે દરમિયાન મહિલાની સગીર દીકરીએ પણ તેની સાથે જબરજસ્તી થયાની વાત કરી હતી. જેથી સીરોહી કોર્ટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ અને તેની સાથે રહેલા લોકો પર ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. સીરોહી કોર્ટના આદેશ બાદ આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

સમગ્ર મામલે કથિત પીડિત મહિલા ન્યાય માટે જોધપુર હાઈકોર્ટ પહોંચી હતી. આજે 18 ડિસેમ્બરે કેસ સબંધિત સુનાવણી થવાની હતી. સુનાવણી મામલે મહિલા પણ જોધપુર હાઈકોર્ટ પહોંચી હતી. મહિલાએ કોર્ટમાં પ્રવેશ માટે ગેટપાસ પણ ઈસ્યુ કરાવ્યો હતો. પણ કોર્ટમાં પહોંચ્યા બાદ મહિલાએ જજને પત્ર લખીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાએ જજને લખેલા પત્રમાં ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ધાક ધમકી આપવાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular