નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગત વર્ષે 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી (Morbi Bridge Collapse) ગયો હતો. જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ પુલ તૂટી પડવા માટે જવાબદાર અધિકારી અને કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. તેમજ પુલનું કામ સંભાળી રહેલા ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલ (Oreva MD Jaysukh Patel)સામે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. ઝુલતો પુલ તૂટી પડવાના કેસમાં 10 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. 100 આરોપીઓ પૈકી 6 આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે. જેમાં ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલ પણ જેલમાં દાખલ છે. જયસુખ પટેલે હાઈકોર્ટ (Gujarat High Court) તેમજ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી ત્યારે જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના ઝૂલતા પુલ કેસમાં ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જેથી જયસુખ પટેલ જામીન માટે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા હતા. જો કે સુપ્રિમ કોર્ટે પણ જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરતાં કહ્યું હતું કે, જામીન માટે પહેલા હાઈકોર્ટમાં જાઓ. ત્યારે ગયા સપ્તાહે હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જેમાં સરકારી વકીલે પણ જયસુખ પટેલના જામીન મંજૂર કરવા માટે સમર્થન કર્યું હતું.
જો કે હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજીને નકારી કાઢી હતી. પીડિત તરફે દલીલ કરી રહેલા વકીલે હાઈકોર્ટને કહ્યું કે, બ્રિજના મુખ્ય કેબલની સંખ્યા 49 હતી જેમાંથી 22 કેબલ પહેલેથી જ તૂટેલા હતા. એટલે કે બ્રિજની ક્ષમતા માત્ર 60 ટકા જેટલી જ હતી. જે ઓરેવા કંપનીની બેદરકારીનો પુરાવો છે. હાઈકોર્ટે પણ કેસની વિગતોને ધ્યાને લઈ ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલની જામીન અરજી નકારી કાઢી હતી. હાઈકોર્ટે જામીન અરજી નકારી કાઢતા હવે જયસુખ પટેલ પાસે સુપ્રિમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે. હવે જયસુખ પટેલે જામીન માટે સુપ્રિમ કોર્ટ જવું પડશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








