Wednesday, May 27, 2026
HomeGujaratSuratનેતા જ દારૂ પીશે તો જનતાને દારૂ પીતા ક્યાંથી અટકાવશે, ભાજપ નેતા...

નેતા જ દારૂ પીશે તો જનતાને દારૂ પીતા ક્યાંથી અટકાવશે, ભાજપ નેતા કૌશલ પટેલ પીધેલા ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગાંધીનું ગુજરાત આમ તો કાગળ પર દારૂબંધી ધરાવે છે. પણ હકીકત બિલકુલ વિપરીત છે. દારૂના બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરે છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં લાખો કરોડો રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવે છે. પણ જ્યારે નેતા જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાય ત્યારે સવાલ થાય કે, નેતાઓ માટે દારૂબંધી નથી? સુરતના બારડોલીમાં એવી જ એક ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના બારડોલીમાં ભાજપના કૌશલ પટેલ નામના નેતા દારૂ પીને રૌફ જમાવતા પોલીસે ધરપકડ કરી હતી. ભાજપ નેતા કૌશલ પટેલે પાણીપુરીની લારી ચલાવતી એક મહિલા સાથે ઝગડો કર્યો હતો. કૌશલ પટેલે પાણીપુરીની લારી ચલાવતી મહિલાને ધમકી પણ આપી હતી. લારી મૂકવા બાબતે ભાજપ નેતાએ મહિલા સાથે માથાકૂટ કરતાં મહિલાએ કૌશલ પટેલ સામે બારડોલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે ભાજપ નેતા કૌશલ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે કૌશલ પટેલની ધરપકડ કરી ત્યારે તેઓ નશાની હાલતમાં હતા. જો કે ધરપકડ બાદ ભાજપ નેતા કૌશલ પટેલનો જામીન પર છૂટકારો થયો હતો.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular