Wednesday, July 22, 2026
HomeGujaratSuratએક ચિરાગ બુઝાયો પણ છ પરિવારના ચિરાગને નવજીવન બક્ષી ગયું પાંચ દિવસનું...

એક ચિરાગ બુઝાયો પણ છ પરિવારના ચિરાગને નવજીવન બક્ષી ગયું પાંચ દિવસનું બાળક, ભારતનો પ્રથમ કિસ્સો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સવાલ એ નથી કે માણસ કેટલું જીવે છે, ફરક પડે છે કે તે કેવી રીતે જીવી જાય છે. ઘરને કિલ્લોલ કરતાં બાળક માટે જ્યારે પરિવાર સપના જુએ છે, નવ માસ માટે જે રાહ જુએ છે તે સમય કોઈપણ માતા પિતા માટે જીવનનો સૌથી અમૂલ્ય સમય હોય છે. પણ જ્યારે ઘરમાં કિલ્લોલ કરનારો ચિરાગ આ દુનિયામાં આવી જાય અને તે કોઈ બીમારી લઈને આવે ત્યારે માતા પિતાની હાલત, તેઓની વેદના કદાચ એ જ સમજી શકે. પોતાના ઘરનો ચિરાગ હવે બુઝાઈ જવાનો પણ પોતાના ચિરાગ થકી બીજા કોઈના ઘરનો ચિરાગ દીપાવી શકાય તેમ છે એવું વિચારનારા માતા પિતા કેટલા હશે? ત્યારે સુરતના સંઘાણી પરિવારે પોતાના પાંચ દિવસના ચિરાગનું અંગદાન કરી સમાજને એક નવી રાહ ચીંધવાની સુખદ કહી શકાય તેવી ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં ગીતાંજલી રૉ-હાઉસમાં રહેતો સંઘાણી પરિવાર પોતાના આવનારા ચિરાગ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મધ્યમવર્ગીય આ પરિવારે પોતાની સ્થિતિ મુજબ આવનારા ચિરાગ સાથે જીવવા એક નાનું વિશ્વ રચ્યું હતું. પણ કુદરતને કદાચ કઈંક જુદું જ મંજૂર હતું. 16 ઓકટોબરના રોજ ચેતનાબેન સંઘાણીએ પોતાના બાળકને જન્મ આપ્યો હતો. પુરા પરિવારમાં આનંદનો માહોલ હતો. બાળક જન્મ પછી કોઈ જ પ્રકારની બાળસહજ પ્રતિક્રિયા આપતું નહોતું. બાળક કોઈ પ્રકારનું હલનચલન કરતું નહોતું કે રડતું પણ નહોતું. તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. તમામ પ્રકારના રિપોર્ટ આવતા તબીબોએ પાંચ દિવસના બાળકને બ્રેઈનડેડ જાહેર કર્યું હતું.

- Advertisement -

સ્વાભાવિક રીતે જ આ દુનિયામાં આવતાની સાથે જ બાળક આ દુનિયાને અલવિદા કરી દે ત્યારે તેના માતા પિતાની વેદના કેવી હશે તેની કલ્પના પોતે જ કરી શકે. પણ હીરા ઉદ્યોગમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હર્ષ સંઘાણી તથા તેમના પત્ની ચેતનાબેને એક ગજબ કહી શકાય તેવો નિર્ણય કર્યો. આ દંપત્તિએ પોતાના માત્ર પાંચ દિવસના બાળકનું અંગદાન કરવાનું નક્કી કર્યું. દુનિયાનો આ બીજો જ્યારે ભારતનો આ પ્રથમ કિસ્સો છે જેમાં સૌથી ઓછી ઉમરે અંગદાન કરવામાં આવ્યું હોય. પાંચ દિવસના બાળકનું અંગદાન કરતાં લીવર, કિડની, બરોડ તથા ચક્ષુ જેવા અંગોને બીજા છ બાળકોમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યા. ઘરનો એક ચિરાગ ભલે બુઝાયો પણ બીજા છ ઘરના ચિરાગને જલતો રાખીને ગયો.

ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ જાતે જ આ બાળકના માતા પિતાને મળવા રૂબરૂ ગયા અને તેમના આ નિર્ણયની મુક્તમને સરાહના કરી. સૌથી ઓછી વયે અંગદાન કરવાની બાબતમાં ભારતનો આ પ્રથમ કિસ્સો છે જ્યારે દુનિયામાં બીજી ઘટના છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular