Thursday, April 16, 2026
HomeGujaratGandhinagarગુજરાતના શિક્ષકો સરકાર સામે ઉતરશે આંદોલનમાં, 7 ઓકટોબર સુધીનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું...

ગુજરાતના શિક્ષકો સરકાર સામે ઉતરશે આંદોલનમાં, 7 ઓકટોબર સુધીનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું સરકારને અલ્ટીમેટમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક આવી રહી છે. દેશના તેમજ ગુજરાતના ઘણા બધા ક્ષેત્રોની માગો સરકાર સમક્ષ પડતર છે, ત્યારે રાજ્ય સરકાર ચૂંટણીને ધ્યાને લઈ કેવા પ્રકારનો અભિગમ ધરાવે છે તથા પડતર માગોના પ્રશ્નોને કેવી રીતે હાલ કરે છે તે સરકાર તથા આંદોલનકારીઓ માટે ચર્ચાનો વિષય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારી, શિક્ષકો, હેલ્થ વર્કર તથા અન્ય સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની માગોને લઈ આંદોલન થઈ રહ્યા છે. કર્મચારીઓના આંદોલનનું પરિણામ મોટાભાગે આશ્વાસનરૂપે આવ્યું છે. પણ હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજ્યભરના શિક્ષકો પોતાની માગોને લઈ વધારે મક્કમ બન્યા છે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકારને પોતાની માગો પૂરી કરવા 7 ઓકટોબર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે તથા ત્યાં સુધીમાં શિક્ષકોની પડતર માગોનો સફળ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકાર સામે વધુ એક સરકારી કર્મચારીઓનું આંદોલન મુશ્કેલીરૂપ બની શકે છે. કારણ કે આ આંદોલન માટે બીજા કોઈ કર્મચારી દ્વારા નહીં, પરંતુ શિક્ષકો દ્વારા કરવાની ચીમકી આપવામાં આવી છે. સરકારી શાળાના શિક્ષકો દ્વારા પોતાની માગોને લઈ સરકારને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકારે માત્ર આશ્વાસન આપ્યું હતું. શિક્ષકોની માગો આજે પણ પડતર છે. ત્યારે નજીકના ભવિષ્યમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીનો લાભ લઈ રાજ્યના શિક્ષકો પોતાની પડતર માંગો માટે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. સરકાર દ્વારા શિક્ષકોની માંગોને લઈ વાયદાઓ કરવામાં આવ્યા હતા પણ તે બાબતે કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો નહોતો. ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 2 ઓકટોબર ગાંધી જયંતીના દિવસથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

આંદોલનની ચીમકી વચ્ચે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલે જણાવ્યું કે, ગાંધી જયંતિના દિવસે ગાંધી પ્રતિમાની સફાઈ કરી, પ્રતિમાની આસપાસ સફાઈ કર્યા બાદ ગાંધી પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવવામાં આવશે. ગાંધી પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. તારીખ 3થી 7 ઓકટોબર દરમિયાન રાજ્યભરના શિક્ષકો દ્વારા રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યોને આવેદન આપવામાં આવશે. ધારાસભ્યો અને સાંસદો દ્વારા શિક્ષકોની પડતર માંગોને રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે. જો 7 ઓકટોબર સુધી સરકાર દ્વારા શિક્ષકોની માગો નહીં સંતોષાય તો રેલી દ્વારા આંદોલન કરવાની પણ પરેશ પટેલે જાહેરાત કરી હતી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી પરેશ પટેલને શિક્ષકો કઈ માગોને લઈ આંદોલન કરવા જઈ રહ્યા છે તેવા પ્રશ્નનો જવાબ આપતા પરેશ પટેલે કહ્યું કે, ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો. કેન્દ્ર સરકારની જેમ 2005 પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા તેને આનુષાંગિક કાર્યવાહી કરવી. શિક્ષક કર્મચારીઓના એન.પી.એસ. 10% કપાતની સામે સરકારનો 14% ફાળો કપાત કરવા ઠરાવ કરવો. આમ સરકાર માટે શિક્ષકો તથા અન્ય વિભાગના સરકારી કર્મચારીઓની માગોને લઈ આકરા ચઢાણ જણાઈ રહ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular