નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં અમદાવાદ તથા સુરત જેવા શહેરોમાંથી છેલ્લા દસ બાર દિવસના ગાળામાં 10 કરોડથી વધુ રકમનું MD ડ્રગ્સ (MD Drug) પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે ત્યારે અવાર-નવાર રાજસ્થાન અને મુંબઈ જેવા સ્થળોએથી ડ્રગ્સ જેવા માદક પદાર્થો ગુજરાતના શહેરોમાં સપ્લાય કરવામાં આવતા પોલીસ (Rajkot Police) પણ આ બાબતે ગંભીર બની પેડલરોને પકડવા કવાયત કરી રહી છે. ત્યારે SOGએ રાજકોટમાંથી (Rajkot) મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ SOGને બાતમી મળી હતી કે, રાજકોટના કિડવાઇનગર રોડ પર આવેલા તુલસીબાગ પાસેના સાધના એપાર્ટમેન્ટની સામે બે આરોપીઓ MD ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે. બાતમીને આધારે SOGએ આયોજનપૂર્વક દરોડો પાડતાં બ્રિજેશ ઉદયલાલ પાલીવાલ અને મોનાર ઉર્ફે ભાણો રાણાભાઇ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેના સામાનની ચકાસણી કરતાં આરોપીઓ પાસેથી 13 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ આરોપીઓએ ઉપયોગમાં લીધેલી કાર અને મોબાઈલ પણ SOG દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
પોલીસની તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી કે, તેઓ મુંબઇનાં હાર્દિક પરમાર પાસેથી મુંબઇના મેફેડ્રોન ડ્રગ્સ લાવતા હતા. આરોપીઓની કબૂલાતના આધારે SOGએ મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરનારા હર્ષદ પરમારની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે સાથે અત્યાર સુધી કેટલા લોકોને ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








