Thursday, April 16, 2026
HomeBusinessઆ વર્ષે જાગતિક મકાઇ ૩૦ ટકા ઘટી: બજારમાં બ્રાઝિલની મકાઇના ઢગલા

આ વર્ષે જાગતિક મકાઇ ૩૦ ટકા ઘટી: બજારમાં બ્રાઝિલની મકાઇના ઢગલા

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): મકાઈનાં (Corn) ભાવ, પુરવઠાનું સખત દબાણ અનુભવી રહ્યા છે. બજારમાં બ્રાઝિલની (Brazil) મકાઇ અત્યારે ઢગલા મોઢે આવી રહી છે, અને અમેરિકા તથા યુરોપનો મોટો પાક માથે આવી ઊભો છે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર ડિસેમ્બર મકાઇ વાયદો શુક્રવારે ૪.૭૭ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બંધ રહ્યો. ગત સપ્તાહે ભાવ નવેમ્બર ૨૦૨૦માં નોંધાયેલા ૪.૬૭ ડોલરની બોટમે પહોંચી ગયો હતો. બજાર હજુ પણ ત્રણ વર્ષની બોટમ આસપાસ અથડાય છે. આ વર્ષે શિકાગો મકાઇ ૩૦ ટકા ઘટી છે.

બ્રાઝિલથી મકાઇ અને સોયાબીન સપ્લાય નિકાસ સપ્લાય અને રશિયા સસ્તા ભાવના મકાઈની ભરપૂર નિકાસ થઈ રહી છે ત્યારે, મજબૂત થયેલા ડોલરે જાગતિક અનાજ બજારમાં અમેરકન અનાજ સામે વ્યાપક સ્પર્ધા ઊભી કરી છે. યુક્રેન મકાઇ મબલખ આવશે, એવા સુધારીત વરતારાના આધારે ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલે ૨૦૨૩-૨૪ના જાગતિક મકાઇ ઉત્પાદનના અંદાજો ગત સપ્તાહે વધાર્યા હતા. આ આંતર સરકારી સંસ્થાએ માસિક અપડેટમાં કહ્યું હતું કે ૨૦૨૩-૨૪માં વૈશ્વિક મકાઇ ઉત્પાદન ૧૦ લાખ ટન વધીને ૧.૨૨૨ અબજ ટન થવાનો અંદાજ છે, જે ગતવર્ષ કરતાં પાંચ ટકા વધુ હશે.

- Advertisement -

યુક્રેન પાકનું અનુમાન અગાઉના ૨૭૦ લાખ ટનથી વધારીને હવે ૨૮૦ લાખ ટન કરવામાં આવ્યું છે. યુરોપના મકાઇ પાકને ઉનાળુ વરસાદે સમૃધ્ધ બનાવ્યો છે, સ્ટ્રેટેજિસ ગ્રેન કન્સલ્ટન્સી યુરોપિયન યુનિયને ૨૦૨૩ના મકાઇ પાકના નવા અંદાજ ૧૦ લાખ ટન વધારીને ૫૯૬ લાખ ટન મૂક્યો છે.

ફ્રાન્સેએગ્રીમેર સંસ્થાએ કહ્યું હતું કે ગત સપ્તાહે ફ્રાન્સનો મકાઇ પાક ૮૨ ટકા ગુડથી એક્સેલન્ટ કન્ડિશનમાં આવી ગયો હતો, જે ૧૧ સપ્ટેમ્બરના સપ્તાહમાં ૮૦ ટકા હતો. દરમિયાન અમેરિકન સરકારે પણ ગત સપ્તાહે મકાઇ પાકના અંદાજો વધાર્યા હતા.

બ્રાઝિલથી મકાઈનાં શિપમેન્ટમાં વધારો થવાથી, અમેરિકામાં વિદેશી માંગ ઘટી છે. એનાલિસ્ટઓ માને છે કે આ વર્ષાંતે અમેરિકન સ્ટોક, છેલ્લા એક દાયકાનો સૌથી મોટો હશે. છેલ્લા ૭થી ૮ વર્ષમાં અમેરિકાએ આ વર્ષે પહેલી વખત ખૂબ વધુ જમીનમાં મકાઇનું વાવેતર કર્યું છે. વાયદાના નિયંત્રકોએ કહ્યું હતું કે સીબીઓટીના મકાઇ મંદિવાળાઓએ નવેમ્બર ૨૦૨૦ પછી પહેલી વખત, ૧૨ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં સૌથી વધુ મંદીના સટ્ટાકીય ઓળીયા ઊભા રાખ્યા હોવાથી, ભાવ વધુ પડતાં દબાણમાં આવી ગયા છે.

- Advertisement -

અમેરિકન ટ્રેડરોએ કહ્યું હતું કે આવા સટ્ટોડિયાઓએ શુક્રવારે પણ મોટાપાયે મંદીનો ખેલ પાડ્યો હતો. અમેરિકન કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે ગત મહિનાની તુલનાએ ૧ ટકો વધુ ૯૪૯ લાખ એકર જમીનમાં મકાઇ વાવણી થઈ છે, પરિણામે ગતવર્ષ કરતાં આ વર્ષે મકાઈનો પાક પણ બમ્પર આવશે.

યૂએસડીએ કહે છે કે ગતવર્ષની તુલનાએ મકાઈનો ઉતારો ૧૦ ટકા વધીને ૧ અબજ બુશેલ (પ્રત્યેક ૨૫.૨૧૬ કિલો) આવશે, જે ઉત્પાદનના ઇતિહાસનો બીજા નંબરનો સૌથી મોટો પાક હશે. યૂએસડીએ એ બ્રાઝીલના મકાઇ પાકનો અંદાજ ૧૩૭૦ લાખ ટન મૂક્યો છે, જે પણ નવો વિક્રમ હશે.

અમેરિકન કૃષિ મંત્રાલયે નવા પાકના અંદાજો મૂકવા સાથે વર્તમાન વર્ષના વાર્ષિક સરેરાશ ભાવ ૪.૯૦ ડોલર મૂક્યા હતા. રોજારિયો ગ્રેન એક્સચેન્જે આર્જેન્ટિનાનો ૨૦૨૩-૨૪નો મકાઇ પાક અંદાજમાં મબલખ વધારો કર્યો છે. એક્સ્ચેન્જ કહે છે કે ઉત્પાદન, ગતવર્ષના ૩૪૦ લાખ ટનથી વધીને ૫૬૦ લાખ ટન આવશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular