Friday, May 1, 2026
HomeNationalઉદ્યોગપતિ આનંદ માહિન્દ્રા સામે સ્કૉર્પિયો ધારકના પિતાએ કર્યો કેસ, કારમાં એરબેગ ન...

ઉદ્યોગપતિ આનંદ માહિન્દ્રા સામે સ્કૉર્પિયો ધારકના પિતાએ કર્યો કેસ, કારમાં એરબેગ ન ખૂલતાં પુત્રએ જીવ ગુમાવ્યાનો આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કાનપુર: કોઈ ગ્રાહક જ્યારે કોઈ પણ કંપનીની કાર ખરીદે છે તે કારમાં કેવા પ્રકારની સિસ્ટમ ઉપલબ્ધ છે તેમજ તે અંગેની ઓપરેટીંગ સિસ્ટમ અંગે પણ ગ્રાહકને વાકેફ કરવામાં આવે છે. કંપની દ્વારા જે સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવે છે, ત્યારે કંપની તે સુવિધા આપવા બંધનકર્તા બની જાય છે. જાહેરાતોમાં પણ આ બાબત જેવા મળે છે કે, આ કારમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. પણ જ્યારે કાર ખરીદ્યા બાદ એ જ સિસ્ટમ અથવા સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યારે કાર ડ્રાઈવર પોતાનો જીવ ગુમાવી શકે છે. એવી જ એક ઘટનામાં સ્કૉર્પિયો કારચાલક અકસ્માતનો (Car Accident) ભોગ બને છે, ત્યારે કારની એરાબેગ ન ખૂલતાં મોતને ભેટવાની ઘટના બની હતી. ત્યારે આ ઘટનામાં પુત્રને ગુમાવનાર પિતાએ દેશના મોટા ઉધોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) જે સૌથી મોટી કાર કંપનીના માલિક છે તેમની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, કાનપુરની જુહી કોલોનીમાં રહેતા એક પિતા રાજેશ મિશ્રાએ તેમના પુત્ર અપૂર્વ મિશ્રાને 2020 માં મહિન્દ્રા કંપનીની સ્કૉર્પિયો કાર ભેટમાં આપી હતી. રાજેશ મિશ્રાએ આ સ્કૉર્પિયો કાર ઝરીબ ચોકી સ્થિત શ્રી તિરુપતિ ઓટો એજન્સીના શો રૂમમાંથી ખરીદી હતી. રાજેશ મિશ્રાએ 17 લાખ રૂપિયામાં આ કાર ખરીદી હતી. વર્ષ, 2022 માં અપૂર્વ મિશ્રા અને તેના મિત્રો લખનૌ ફરવા ગયા હતા. લખનૌથી પરત ફરતી વેળાએ વાતાવરણમાં ગાઢ ધુમ્મસ હોવાથી અપૂર્વની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અપૂર્વ મૃત્યુ પામ્યો હતો. હવે અકસ્માતમાં મૃત્યુ થવું સામાન્ય વાત છે પણ અપૂર્વના પિતા રાજેશ મિશ્રાનો આક્ષેપ છે કે, તેમના પુત્રએ સીટ બેલ્ટ બાંધેલો હતો તથા અકસ્માત સમયે કારની એરાબેગ ન ખુલાવાથી તેમના પુત્રએ જીવ ગુમાવવો પડ્યો છે. સમયસર એરબેગ ખૂલી ગઈ હોત તો કદાચ પુત્રનો જીવ બચી શક્યો હોત.

- Advertisement -

આ બાબતે રાજેશ મિશ્રાએ એજન્સીના શો રૂમમાં મેનેજર સાથે આ બાબતે વાત કરી હતી પણ મેનેજર દ્વારા રાજેશ મિશ્રા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. રાજેશ મિશ્રાએ કહ્યું કે, મેનેજરે જ્યારે તેમની વાત ન માની ત્યારે તેમણે ગાડીની ટેકનિકલ તપાસ કરાવતાં ઘટસ્ફોટ થયો કે, ગાડીમાં એરબેગ જ ન હતી. જેથી રાજેશ મિશ્રાએ રાયપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પણ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસે પોતાની અરજી બાબતે કોઈ કાર્યવાહી ન કરતાં રાજેશ મિશ્રા કોર્ટમાં ગયા હતા. તેમજ કોર્ટમાં જઈ આનંદ મહિન્દ્રા, એજન્સી મેનેજર ચંદ્ર પ્રકાશ ગુરનાની સહિત 13 લોકો સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. હવે જોવાનું એ છે કે, રાજેશ મિશ્રાને ન્યાય મળે છે કે નહીં?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular