નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત પોલીસ (Gujarat Police) ફોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. આ આત્મહત્યા માટે અલગ-અલગ કારણો તપાસ દરમિયાન સામે આવતા હોય છે. જે પોલીસ લોકોની સુરક્ષા કરે છે, તણાવમાં રહેલા લોકોને કાઉન્સેલીંગ કરી તેમને માનસીક તણાવમાંથી દુર કરતાં હોય છે તે જ પોલીસ જીવન ટૂંકાવી રહી છે. જે પોલીસ માટે એક ચિંતાજનક સમાચાર છે. થોડા દિવસ પહેલા એક મહીલા પોલીસે આત્મહત્યા કરી હતી. જેને પડધા હજી સમ્યા નથી તેવામાં અમદાવાદના (Ahmedabad) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે (Police Constable) આત્મહત્યા કરી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, કિરણ દેવજીભાઈ લકુમ પોતે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠિરાયા ગામના વતની છે. તેમજ હાલમાં તે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પોલીસ કોન્સ્ટેબલે વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ પાસેની સોસાયટીમાં પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી છે. જો કે આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પોલીસકર્મી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં (Gaekwad Haveli Police Station) પીસીઆર વાનમાં ફરજ બજાવતા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








