Friday, December 1, 2023
HomeGujaratSuratઘરકંકાસ પતિને દોરી ગયો પત્નીની હત્યા સુધી, હત્યા બાદ પતિએ પણ જીવન...

ઘરકંકાસ પતિને દોરી ગયો પત્નીની હત્યા સુધી, હત્યા બાદ પતિએ પણ જીવન ટૂંકાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News : પરિવારમાં નાની વાતોને લઈને ઘરકંકાસ થવો કદાચ ઘર ઘર કી કહાની જેવી બાબત છે. પારિવારિક ઝગડાઓ ક્યાં સુધી જઈ શકે તેનું ઉદાહરણ પૂરું પાડતા હોય તેમ સુરતમાં (Surat) ઘરકંકાસમાં પતિએ પત્નીની ચાકુ વડે હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાની ઘટના સામે આવતા આજુબાજુના રહીશોમાં ચકચાર મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તાર ખાતે આવેલા કૈલાસનગર સોસાયટીમાં હત્યા અને આત્મહત્યાની ઘટના સામે આવી છે. મકાન નંબર 22માં રહેતા રાજેન્દ્ર રામચંદ્ર જ્વેલર્સની દુકાન ચલાવતા હતા. તેમની પત્ની સાયલાબેન ખાનગી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતા હતા. આર્થિક રીતે પરિવાર સંપન્ન હતો પરંતુ પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ બાબતને લઈ ઝગડાઓ થયા કરતાં હતા.

- Advertisement -

પતિ-પત્ની વચ્ચેના ઝગડાએ મંગળવારે ઉગ્ર રૂપ લીધું હતું. રાજેન્દ્રએ પોતાના પર કાબૂ ગુમાવી બેઠા અને વાત એટલી હદે વણસી ગઈ કે, રાજેન્દ્રએ પત્ની સાયલાબેન પર ચાકુ વડે હુમલો કરી નાખ્યો. પતિએ જ પત્ની સાયલાબેનના ગાળાના ભાગે ચાકુ મારી હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ રાજેન્દ્રએ પણ પંખાના હૂક સાથે લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પાડોશમાં રહેતા લોકોને ઘટનાની જાણ થતાં જ પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના રહીશો પણ ચોંકી ગયા હતા. પોલીસે પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિસ્મર હોસ્પીટલમાં મોકલી આપ્યા હતા. ડિંડોલી પોલીસ સ્ટેશનના (dindoli police station) પોલીસ ઈન્સપેક્ટર આર. જે. ચુડાસ્માએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોને લઈ કેટલાક સમયથી ઝગડાઓ ચાલી રહ્યા હતા. જેથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં આ ઘટના બની છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular