નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈ તમામ વિપક્ષી રાજકીય પાર્ટીઓ ભાજપને હરાવવા એક મંચ પર જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતમાં પક્ષપલટાની સિઝને જોર પકડ્યું છે. તે વચ્ચે આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે અને કોંગ્રેસમાં ભરતી મેળો જોવા મળ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીમાંથી 13 નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ પંજાનો હાથ પકડ્યો છે. 2024 લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા આમ આદમી પાર્ટી (AAP Gujarat) માટે આ સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અર્જુન રાઠવા (Arjun Rathva) સહિત 13 જેટલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) અધ્યક્ષતામાં કોંગ્રેસમાં (Gujarat Congress) જોડાયા છે.
ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને કમાન સોંપાયા બાદ કોંગ્રેસની સ્થિતિ દિવસને દિવસે મજબૂત બનતી જોવા મળી રહી છે. વધુ એકવાર આમ આદમી પાર્ટીના એક ડઝનથી વધુ નેતા અને બહોળી સંખ્યમાં કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જેમાં આદિવાસી સમાજના નેતા અર્જુન રાઠવા, રવિન્દ્રભાઈ ગમાર, રાજેશ ભાઈ સોલંકી, ભારતસિંહ ચૌહાણ, બાબુજી ઠાકોર, મયંક શર્મા, પ્રશાંત ચૌધરી, શિરીષ ભાઈ ત્રિવેદી, હસમુખ કાપડીયા, વિશાલ પટેલ, દેવેનભાઈ પટેલ, શામળ પરમાર, સ્વંયભાઈ સ્લાવી, અજમેરી મોહંમદ રાજુભાઈ, મોનિલ ચાવડા સહિતના આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દા પર રહેલા નેતાઓએ આજરોજ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે શક્તિસિંહ ગોહિલના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અર્જુનસિંહ રાઠવા 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી છોટા ઉદેપુર ખાતેથી લડ્યા હતા, 45 હજાર વધુ મતો તેમના મળ્યા હતા. જોકે આદિવાસી સમાજમાં પ્રભુત્વ ધરાવતા અર્જુન રાઠવાની કોંગ્રેસ એન્ટ્રી થતાં લોકસભાની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ માટે સારા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી સ્થિતિ દિવસને દિવસે એક સાંધે ત્યાં તેર તૂટે કે પ્રકારની જોવા મળી રહી છે. જેમાં એક બાદ એક નેતાઓ પાર્ટીમાંથી છેડો ફાડતા 2024 લોકસભાની ચૂંટણી માટે ચિંતાનજક સમાચાર મળી રહ્યા છે. થોડા સમય અગાઉ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ જોડાયા હતા. ત્યારે વધુ એકવાર આજ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








