Sunday, April 19, 2026
HomeGujaratJamnagarમહિલાનો જીવ જોખમમાં મૂકી બ્રેઈન સ્ટ્રોકના ઓપરેશન દરમિયાન ડોક્ટરોનું ફોટો સેશન, ડોક્ટરો...

મહિલાનો જીવ જોખમમાં મૂકી બ્રેઈન સ્ટ્રોકના ઓપરેશન દરમિયાન ડોક્ટરોનું ફોટો સેશન, ડોક્ટરો સામે કાયદાકીય પગલાંની વકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar News: દર્દીઓ ડોક્ટરને ભગવાનને બીજું રૂપ માને છે. કારણ કે, કોઈપણ દર્દી જ્યારે કોઈ બીમારીના બિછાને હોય છે, ત્યારે ડોક્ટર પોતાની કુશળતા વડે દર્દીને નવજીવન બક્ષી શકે છે. પરંતુ જ્યારે ચાલુ સારવાર દરમિયાન એમાં પણ ખાસ કરીને બ્રેઈન સ્ટ્રોકનું ઓપરેશન ચાલુ હોય, ત્યારે ચાલુ ઓપરેશને ઓપરેશન થિયેટરમાં ફોટો સેશન દર્દીના જીવ માટે કેટલું જોખમી પુરવાર થઈ શકે તે ડોક્ટર કરતાં વધારે કોણ જાણી શકે? ત્યારે આવી જ એક લાપરવાહી જામનગરની (Jamnagar) જી. જી. હોસ્પિટલમાં (GG Hospital)સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, એક મહિલાને 4 દિવસ અગાઉ બ્રેઈન સ્ટ્રોક આવતા સૌરાષ્ટ્રની સૌથી મોટી જી. જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તબીબોના નિદાન અનુસાર મહિલાનું ઓપરેશન કરવું પડે તેમ હોવાથી મહિલાને ઓપરેશન માટે મોડી રાત્રે ઓપરેશન બેડ પર મૂકવામાં લઈ જવામાં આવ્યા હતા. ન્યૂરો સર્જન તથા તબીબની ટીમ દ્વારા ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પણ ચાલુ ઓપરેશનમાં જ તબીબોએ ઓપરેશન સફળ થવાની મુદ્રામાં ફોટો સેશન યોજયું હતું.

- Advertisement -

જેમાં મહિલાના મગજ ખોલેલી હાલતમાં ડોક્ટરો નજરે પડે છે. જેથી તબીબોની આ પ્રકારની લાપરવાહી કોઈ દર્દીનો જીવ પણ લઈ શકે છે, ત્યારે ચાલુ ઓપરેશને થિયેટરમાં જ ફોટો સેશન યોજાનારા તબીબો દ્વારા ફોટો સેશનના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો. તબીબોની કાર્યનિષ્ઠા પર પણ સવાલ ઊભા થયા હતા.ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી નિયમોનું ઉલ્લંઘન છે. ત્યારે કોલેજ મેનેજમેન્ટ પણ ફરજ પરના તબીબો પર પગલાં લેવા વિચારી રહ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular