Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabad108 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા, ગૃહ રાજ્યમંત્રીએ એનાયત કર્યા નાગરિકતા પત્ર

108 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા, ગૃહ રાજ્યમંત્રીએ એનાયત કર્યા નાગરિકતા પત્ર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કોઈ કારણોસર કોઈ રીતે બીજા દેશના લોકો ભારતમાં આવે છે અને પોતાના દેશમાં પરત જઈ શકતા નથી અથવા જવા માગતા નથી. ત્યારે તેમના માટે જે તે દેશનું નાગરિકત્વ મેળવવું એટલું સરળ નથી રહેતું. નાગરિકત્વ વિના સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડે છે. તે સિવાય પોતાની ઓળખ પણ ઓળખપત્ર સિવાય આપી શકાતી નથી. ત્યારે બીજા દેશમાંથી ભારતમાં આવેલા સ્થળાંતરીત લોકો માટે નાગરિકત્વ કેવી રીતે મેળવી શકાય તે પ્રશ્ન સ્વાભાવિક છે, ત્યારે પાકિસ્તાનથી (Pakistan) આવેલા 108 લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ભારતીય નાગરિકતા (citizenship) આપી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં વસતા 108 લઘુમતીઓને ગૃહ રાજ્યમંત્રીએ ભારતીય નાગરિકત્વ આપ્યું છે. નિયમ પ્રમાણે અમદાવાદ જીલ્લા કલેક્ટર દ્વારા લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે, પણ નાગરિકત્વ પ્રદાન કરવા માટે ભારતીય અધિનિયમ પ્રમાણે ચોક્કસ પ્રક્રિયા હોય છે. નિયમ પ્રમાણે 7 વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ રહેતા લઘુમતીઓને બંધારણીય પ્રક્રિયા દ્વારા ભારતીય નાગરિકતા આપવામાં આવતી હોય છે.

- Advertisement -

ભારતીય નાગરિકતા આપતા પહેલા રાજ્ય અને કેન્દ્ર સરકારની IBની ટીમ દ્વારા પૂરતી તપાસ કરવામાં આવે છે. વિદેશી નાગરિકો ભારતમાં કઈ રીતે પ્રવેશ્યા, પ્રવેશવાનું કારણ તથા ભારત દેશમાં કોઈ જાસૂસી તો કરતાં નથી ને ? એવી તમામ બાબતોની તપાસ કર્યા બાદ IBની ટીમ દ્વારા લીલી ઝંડી આપવામાં આવતા જીલા કલેક્ટર દ્વારા નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવે છે. વર્ષ-2016થી 1149 લોકોને અમદાવાદમાં ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular