Thursday, July 23, 2026
HomeNational‘જીભ ખેંચી લઈશું’ સનાતન ધર્મનું અપમાન સાંખી નહીં લેવાય, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ...

‘જીભ ખેંચી લઈશું’ સનાતન ધર્મનું અપમાન સાંખી નહીં લેવાય, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો હુંકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બાડમેર: છેલ્લા કેટલાક દિવસોથી સનાતન ધર્મ પર નિવેદન આપનારા સ્વામી નારાયણ સંપ્રદાય તથા કેટલાક રાજકારણીઓના નિવેદન ચર્ચાનો અને ઘર્ષણનો મુદ્દો બન્યા છે. ઉદયનીધિ સ્ટાલિને (Udhayanidhi Stalin) સનાતન ધર્મને (Sanatan Dharma) ડેન્ગ્યુ અને મલેરિયા સાથે સરખાવતા વિવાદ ઊભો થયો. ત્યાં જ અભિનેતા પ્રકાશ રાજે પણ સ્ટાલીનની વાતને સમર્થન આપતું નિવેદન આપતા હોબાળો મચ્યો હતો. સાળંગપુર હનુમાનના મંદિરે હનુમાનને દાસની મુદ્રામાં દર્શાવવામાં આવતા સનાતન ધર્મના સંતો રોષે ભરાયા હતા. જેના પગલે લીમડીમાં આવેલા નિંબાર્ક પીઠ ખાતે સનાતન ધર્મના સંતોનું મહા સંમેલન પણ યોજવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજસ્થાનના એક સ્થાનિક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) સનાતન ધર્મ અંગે વાત કરતાં સખત નારાજગી વ્યક્ત કરી હતી. ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ અંગે અપમાન સાંખી લેવામાં નહીં આવે. સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારા લોકોની જીભ ખેંચી લેવાની તથા જીભ કાઢી લેવાની પણ વાત કરી હતી. ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, સનાતન સામે કોઈ પણ પોતાની રાજકીય શક્તિ અને સ્થિતિ જાળવી શકશે નહીં. કેટલા લોકો ભારત અને તેની સંસ્કૃતિને લૂંટવા માટે આ દેશમાં આવ્યા હતા. 400 વર્ષ સુધી સનાતન ધર્મને નષ્ટ કરવા દેશ પર હુમલા થયા, પરંતુ આપણા પૂર્વજોએ કે જે સનાતન સાથે જોડાયેલા હતા તેમણે ભારતની સભ્યતા અને સંસ્કૃતિનું જતન કર્યું.

- Advertisement -

ગજેન્દ્રસિંહ શેખાવતે કાર્યક્રમમાં સનાતન વિરુધ્ધ બોલનાર અને તિરસ્કાર કરનાર લોકોની આંખો ખેંચી લઈશું એવી વાતની પ્રતિક્રિયા આપતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, મોદી કેબિનેટ હિંસાને સમર્થન કરી રહ્યું છે. જેથી કેબિનેટ દ્વારા ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉદયનીધિ સ્ટાલિને સનાતન ધર્મને મેલેરિયા અને ડેન્ગ્યુ કહેતા હોબાળો મચી ગયો હતો. સનાતન અંગેનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો હોય તેવી પ્રતીતી થઈ રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular