નવજીવન ન્યઝ. રાજકોટ: Rajkot News: ગુજરાતમાં અને દેશમાં બનતા કેટલાક ગોનાઓ એવા પણ હોય છે, જેમાં ગુનેગારો ગુનાને અંજામ આપી ફરાર થઈ જાય છે. પોલીસ પકડથી જોજનો દૂર રહેવા ગુનેગારો જાતજાતના નુસખાઓ અપનાવતા હોય છે. કેટલાક ગુનાઓનો ભેદ વણઉકેલ્યો પણ રહેતો હોય છે. પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા સતત પોતાના પ્રયાસો કરતી હોય છે, ત્યારે રાજકોટમાં (Rajkot) અનેક મોબાઈલ અને મોટર સાયકલની ચોરીનો ભેદ(Theft Case) પોલીસ (Rajkot Police) દ્વારા ઉકેલવાની વાત સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, શહેર પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવ તથા એડી. પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 સાજનસિંહ પરમાર દ્વારા અનડિટેક્ટ રહેલા મિલકત સબંધી કેસો ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. સૂચના અન્વયે PSI બી. વી. બોરીસાગર તથા LCB ટીમના ઝોન-1ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સટેબલ રવીરાજ પટગીર, સત્યસિંહ જાડેજા તથા દિવ્યારાજસિંહ જાડેજાને મોટર સાયકલ નંગ-2 તથા 51 નંગ મોબાઈલની ચોરી કરનારા આરોપીઓ અંગે સંયુક્ત બાતમી મળી હતી. બાતમીને આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના, વિકાસ ગૃહ પાસેથી 51 નંગ મોબાઈલ તથા 2 નંગ મેટર સાયકલ ચોરનારા વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ચોરી કરેલા મોબાઈલ વડે GIDC તથા હાઈવે વિસ્તાર પર મોબાઈલ ફોનથી વાત કરતાં અને રાહદારી પાસેથી મોબાઈલની ચીલ ઝડપ કરી લેતા હતા. આરોપીઓ CCTVની નજરથી બચવા રાત્રીનો સમય પસંદ કરતાં હોવાની વાત પણ સામે આવી છે.
પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા આરોપીઓ વિમલ અગ્રાવત ઉ.વ-20 રહે, રાજકોટ તથા નાઝીર નગામળા ઘણા સમયથી મોટર સાયકલ તથા મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સામે અગાઉ પણ ચોરી જેવા કેસો થયેલા છે. આરોપીઓ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. આરોપી વિમલ સામે અગાઉ પણ 379 મુજબની ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








