Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabad"પ્રેમ અને યુદ્ધમાં બધુ જ વ્યાજબી છે", પરણિત પ્રેમિકાએ પ્રેમીને આપી પતિની...

“પ્રેમ અને યુદ્ધમાં બધુ જ વ્યાજબી છે”, પરણિત પ્રેમિકાએ પ્રેમીને આપી પતિની હત્યા કરવાની સોપારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: દેશમાં અને ગુજરાત રાજયમાં હત્યાના અનેક બનાવો સામે આવતા હોય છે. હત્યા માટેના કારણો મોટાભાગના કેસમાં નજીવા ગણી શકાય તેવા હોય છે. પત્ની દ્વારા જ જ્યારે પ્રેમી પાસે હત્યા કરાવવાનું કાવતરું ઘડવામાં આવે છે અને પ્રેમી પણ જ્યારે હત્યા જેવી ગંભીર ઘટનાને અંજામ આપે છે, ત્યારે પ્રેમ આંધળો છે તે વાત ખરેખર અક્ષરશઃ સાચી હોય તેવું લાગે છે. પતિની હત્યા કર્યા બાદ પ્રેમી સાથે સુખેથી જીવન જીવવાના અભરખા રાખનારી પરણિત મહિલા પોતાના ભવિષ્યને અંધકારમાં ધકેલી દે છે. આવી જ એક ઘટના જેમાં પરણિત પત્ની દ્વારા પોતાના પ્રેમીને પતિની હત્યા કરવાની સોપારી આપવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ઉત્તરપ્રદેશના યુપીના ઇટાવાના બિલોલી ગામમાં માળખાણસિંહ યાદવ પોતાના પરિવાર સાથે રહે છે. તથા ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. માળખાણસિંહના પુત્ર હાકિમસિંહના લગ્ન 18 વર્ષ અગાઉ કિરણદેવી નામે મહિલા સાથે થયા હતા. હાકિમસિંહ દારૂની લતે ચડી ગયો હતો. કોઈ જ કામધંધો પણ કરતો ન હતો. તે પોતાની પત્ની કિરણદેવીને માર પણ મારતો હતો. બિલોલી ગામની બાજુમાં કથોડીયા નામનું ગામ આવેલું છે. કથોડીયા ગામનો એક દીપું શાકય નામનો યુવક માળખાણસિંહ યાદવ પાસે જાય છે. પોતે અમદાવાદ (Ahmedabad) નોકરી કરે છે અને હાકિમસિંહને પણ અમદાવાદમા નોકરી અપાવી દેશે એવું કહે છે. જેથી માળખાણસિંહ હાકિમસિંહની દારૂની લત છોડાવવા તથા દીકરાને કામ ધંધે લગાવા દીપું સાથે અમદાવાદ મોકલે છે. આવારા નવાર દીપું હાકિમસિંહના ઘરે જતો આવતો હોવાથી કિરણદેવી સાથે પ્રેમ સંબંધ થઈ જાય છે. વોઈસ કોલ અને વિડીયો કોલના માધ્યમથી બંને વચ્ચેનો પ્રેમ સંબંધ વધારે ગાઢ થઈ જાય છે. કિરણદેવી પોતાના પતિ હાકિમસિંહથી છૂટકારો મેળવવા પ્રેમી દીપુને હાકિમસિંહની હત્યા કરવાની સોપારી આપે છે. બદલામાં દિપુને એક વીઘા જમીન પણ આપવાનું કહે છે.

- Advertisement -

8 ઓગષ્ટના રોજ દીપું હાકિમસિંહને લઈ અમદાવાદ આવે છે. બંને સાથે જ રહે છે. 13 દિવસ બાદ દીપું હત્યાના કાવતરાને અંજામ આપવા તલપાપડ બની જાય છે. “હાકિમસિંહ શારીરિક રીતે સક્ષમ ન હતો. દીપુએ વૅબ સિરીઝમાં જોઈને, જ્યારે હાકિમસિંહ સૂતો હતો ત્યારે તેના ગળાને કોણીથી દબાવ્યું હતું. ગળા પર કોઈ નિશાન ન બને અને મોત કુદરતી લાગે તેનું તેણે ધ્યાન રાખ્યું હતું. સાથે જ 108 એંબ્યુલન્સને પણ દિપુએ જ બોલાવી હતી. બીમારીના કારણે હાકિમસિંહનું મૃત્યુ થયાની વાત દીપું જણાવી રહ્યો હતો. પરંતુ હાકિમસિંહની ગરદન વળેલી હોવાથી પોલીસને શંકા ગઈ હતી.

પોલીસને (Ahmedabad Police) આગળ આપેલા દિપુના નિવેદનમાં વિસંગતતા જણાતા પોલીસની શંકા પ્રબળ બની. પોલીસે દિપુનો ફોન તપાસતા કિરણદેવી નામે સેવ કરેલા નંબર પર વધારે વાતચીત થયેલી હતી. પોલીસે હાકિમસિંહના પિતાને ફોન કરી પત્રના મૃત્યના સમાચાર આપ્યા હતા સાથે જ કિરણદેવીનો મોબાઈલ પણ લેતા આવવા જણાવ્યુ હતું. પોલીસે કિરણદેવીનો મોબાઈલ તપાસતા દીપું સાથે થયેલી વાતચીત રેકોર્ડ થયેલી હતી. રેકોર્ડીંગમાં કિરણદેવીએ પ્રેમી દિપુને પતિની હત્યા કરવાની વાત પાક્કી થઈ હતી. પોલીસે મૃતકના પિતાને પૂછતા કિરણદેવી કલાકોના કલાકો કોઇની સાથે વાત કરતી હોવાનું જણાવ્યું હતું. પોલીસે દીપું તથા કિરણદેવીની ધરપકડ કરી હત્યા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tag: Ahmedabad Crime News Today Gujarati

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular