Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarમૂરઝાતા પાકને સરકારે આપ્યું જીવનદાન, જાણો શું છે સરકારનો મહત્વનો નિર્ણય

મૂરઝાતા પાકને સરકારે આપ્યું જીવનદાન, જાણો શું છે સરકારનો મહત્વનો નિર્ણય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ચોમાસાની સિઝન હવે તેના અંતિમ તબક્કામાં છે ત્યારે ગુજરાતભરમાં પાછોતરા વરસાદે ખેડૂતોને હાથતાળી આપી છે. ચોમાસાની શરૂઆતના તબક્કામાં વરસાદે સમગ્ર ગુજરાતને સારા વર્ષના એંધાણ આપ્યા હતા. પરંતુ ચોમાસાની સારી શરૂઆત બાદ વરસાદે ખેડૂતો સાથે અબોલા લીધા હોય તેમ સમગ્ર રાજ્યમાં વરસાદની ખેંચ અનુભવાઈ રહી છે. ખેડૂતોએ વાવેલો ઊભો પાક વરસાદની અછતને કારણે મૂરઝાવાં લાગ્યો છે, ત્યારે ખેડૂતોનો પાક બચાવવા 10 કલાકની વીજળી મળી રહે તે ખૂબ જ મહત્ત્વનું છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે (Gujarat Government) ખેડૂતો (Farmers) માટે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી (electricity) આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાતના 14 જીલ્લામાં 10 કલાકની વીજળી પૂરી પાડવામાં આવતી હતી. પરંતુ 10 કે તેથી વધુ જીલ્લાના ખેડૂતોને 8 કલાકની જ વીજળી પૂરી પાડવામાં આવતી હતી. ચોમાસાની સારી શરૂઆત બાદ વરસાદે ખેડૂતો સંતાકૂકડીની રમત જેવો દાવ કર્યો છે, ત્યારે ખેડૂતોને પોતાનો ઊભો પાક બચાવવા બોર કે કૂવા દ્વારા પાકને પાણી પૂરું પાડવાની નોબત ઊભી થઈ છે. ગુજરાત સરકારે રાજ્યના 14 જીલ્લામાં 10 કલાક વીજળી આપવાનો અગાઉ નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ 10 કે તેથી વધુ જીલ્લામાં 8 કલાકની વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને પોતાનો પાક બચાવવા 10 કલાકની વીજળીની તાતી જરૂરિતાત છે. આવા સંજોગોમાં વીજળીનો સમય વધારવા ખેડૂતો દ્વારા વારંવાર માગણી કરવામાં આવી રહી હતી.

- Advertisement -

રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણીને લઈ ગુજરાત સરકારે રાજ્યના તમામ જીલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. સરકારના 10 કલાક વીજળી અંગેના નિર્ણયને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તા. 05/09/2023થી ગુજરાતના તમામ જીલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી મળી શકશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular