નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: પોલીસને ગુનાઓનું પ્રમાણ રોકવા અને લોકોનું રક્ષણ કરવા કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. જે સત્તાનો ઉપયોગ પોલીસે લોકોના રક્ષણ અને હિતાર્થે કરવાનો હોય છે. પ્રામાણિકતાથી અને મર્યાદામાં રહી પોતાની ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ વચ્ચે કેટલાક પોલીસકર્મીઓ દ્વારા અમાનવીય વર્તન કરવાના કિસ્સાઓ પણ સામે આવે છે, ત્યારે આવી જ રીતે ફરિયાદીને ઢોરમાર મારી ઈજાઓ પહોચાડનારા ત્રણ પોલીસકર્મીને (Cops) નીચલી કોર્ટ દ્વારા કરવામાં આવેલી ત્રણ વર્ષની સખત સજા કાયમ રાખવાનો હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, વર્ષ-2004માં ફરિયાદી પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે હકાભાઈ અને તેના બે ભાઈઓ દ્વારા રસ્તામાં તેમણે રોકવામાં આવ્યા હતા. ફરિયાદીને રોકી બહેનની છેડતી કરવાના આરોપસર હકાભાઈ અને તેના ભાઈઓ દ્વારા ફરિયાદીને માર મરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદી હકાભાઈ અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવવા ભેસાણ પોલીસ સ્ટેશન (Bhesan Police Station) ગયા હતા. PSI બળવંત પ્રભાતભાઈ સાથે રહેલા હેડ કોન્સ્ટેબલ રમેશ છગનભાઈ અને રામજી હમીશભાઈએ ફરિયાદ નોંધવાની જગ્યાએ ફરિયાદીને ઢોરમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સાથે જ ફરિયાદીના ભાઈ દ્વારા ફરિયાદીનું ટકું કરી સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેથી ફરિયાદી કોર્ટના શરણે ગયા હતા, જેમાં નીચલી કોર્ટ દ્વારા ત્રણેય પોલીસકર્મીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદની સખત સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
નીચલી કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા સામે સજા માફી માટે આરોપીઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. જેમાં હાઈકોર્ટે પણ પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ કૃત્યને ધિક્કારવામાં આવ્યું હતું. સાથે જ લોકોનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતી પોલીસ દ્વારા જ ભાન ભૂલવામાં આવે ત્યારે પોલીસને જવાબદારીનું ભાન કરાવવું મહાત્ત્વનું બની જાય છે, તેવું પણ હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું, આ સાથે જ હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટ દ્વારા આરોપીઓને ફરમાવવામાં આવેલી સજાને કાયમ રાખતા PSI બળવંત પ્રભાતભાઈને ત્રણ વર્ષ તથા હેડ કોન્સ્ટેબલ રમેશ છગનભાઈ અને રામજી હમીશભાઈને એક એક વર્ષની સખત સજા ફરમાવતો હુકમ કાયમ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








