Saturday, May 2, 2026
HomeGujaratMorbiનુકસાનીના 500 રૂપિયા લેવા બાબતે આધેડની હત્યા, પુત્રવધુ વચ્ચે પડતા તેને પણ...

નુકસાનીના 500 રૂપિયા લેવા બાબતે આધેડની હત્યા, પુત્રવધુ વચ્ચે પડતા તેને પણ પથ્થરથી માર માર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News: કોઈપણ વ્યક્તિની કોઈની સાથે કોઈ બાબતે તકરાર થવી સામાન્ય બાબત છે. પણ જ્યારે નજીવી બાબતને લઈ કોઈ વ્યક્તિ હત્યા કરી નાખે તે વિચિત્ર બાબત છે. રોજ બરોજ આવી નજીવી કહી શકાય તેવી બાબતોને લઈ હત્યા જેવા ગંભીર ગુના કરી બેસનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ત્યારે મોટર સાયકલ અથડાવા બાબતે 500 રૂપિયા નુકસાની લેવા માટે થયેલી મારામારીમાં ત્રણ વ્યક્તિઓએ એક આધેડની હત્યા કરવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના રહેવાસી નાનકાભાઈ દેવળાભાઈ ચૌહાણ મેરૂપર ગામની સીમમાં આવેલી યોગેશ પટેલની વાડીએ રહીને પોતાના પરિવાર સાથે ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પિતા દેવળાભાઈ પોતાના કોઈ કામ અર્થે બાઈક લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમનું બાઈક છીતુ જુબાટિયાના બાઈક સાથે અથડાયું હતું. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપી છીતુએ દેવળાભાઈ પાસે પોતાની મોટર સાયકલને થયેલી નુકસાની માટે 500 રૂપિયા માગ્યા હતા. દેવળાભાઈએ પૈસા આપવાની ના પાડતા આરોપી અને દેવળાભાઈ વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી. આરોપી છીતુએ ઉશ્કેરાઈ જઈ ભીખરીયા લગસિહ કીકરિયા, ચંદુ જુબાટિયાભાઈ એમ ત્રણ જણાએ મળી દેવળાભાઈને પથ્થર વડે માર મારવા લાગ્યા હતા.

- Advertisement -

નાનકાભાઈની પત્ની કાંતાબેન વચ્ચે પડતાં તેઓને પણ આરોપીઓ દ્વારા પથ્થરથી માર મારવામાં આવ્યો હતો. કાંતાબેનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે દેવળાભાઈને મોઢા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ પોલીસને (Morbi Police) થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. તેમજ દેવળાભાઈના પુત્ર નાનકાભાઈની ફરિયાદને આધારે આરોપીઓ સામે 302 મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tag: Morbi Update News

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular