Wednesday, April 22, 2026
HomeGujaratGandhinagarજો તમે કેનેડા જતાં હોય તો ચેતી જજો, તમારા પાસપોર્ટ પર વિઝા...

જો તમે કેનેડા જતાં હોય તો ચેતી જજો, તમારા પાસપોર્ટ પર વિઝા નકલી તો નથીને ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર : Gandhinagar News : ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોને વિદેશમાં જઈ સેટ થવાનો અભરખો લાગ્યો છે. હમણાં થોડા સમય પુર્વે વિદેશ ગયેલા પરીવારનું કેનેડાની બોર્ડર પર ઠંડીને કારણે મૃત્યુ થયું હતું. આવી ધટનાઓ વાંરવાર સામે આવતી હોવા છતાં હજી પણ ગુજરાતમાં લોકો કરોડો રૂપિયા ખર્ચી વિદેશ કમાવા માટે જઈ રહ્યા છે, આવી જ એક ધટના અમદાવાદના (Ahmedabad) નરોડામાંથી સામે આવી છે. જેમાં એક યુવક અને તેમનાં પરિવારજનો સાથે કેનેડા (Canada) જવાના લોભમાં એજન્ટે 48 લાખની છેતરપિંડી કરી છે. જેની ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને (Gandhinagar CID Crime) અરજી કરતાં ગાંધીનગર સ્થિત એજન્ટની ઓફિસમાં દરોડો પાડતાં બોગસ સ્ટેમ્પ મારેલા 6 વિઝા મળી આવ્યા હતા અને આ રેકેટમાં ગાંધીનગર ઉપરાંત દિલ્હીના એજન્ટની પણ સંડોવણી ખૂલી છે.

મળતી વિગતો અનુસાર, અમદાવાદના નરોડા કઠવાડા રોડ પર આવેલી શ્રીનાથ હાઇટ્સમાં રહી ઇલેક્ટ્રિકનો ધંધો કરતાં 33 વર્ષીય વિરલ પટેલ ગત ફેબ્રુઆરી 2023માં શ્રીનાથ સોસાયટીમા એક ફંક્શન હતું. તે વખતે સોસાયટીમાં મિત્રો સાથે કેનેડા જવાની તેમણે ચર્ચા કરી હતી. ત્યારે મયૂર પટેલે તેમના મિત્ર મહિનના પિતરાઇનાં મિત્ર પાર્થ જાની નામના એજન્ટને ઓળખે છે અને તે એજન્ટ કેનેડાના વર્ક પરમિટ વિઝા અને પરમેનન્ટ રેસિડન્ટ અપાવવાનું કામ કરે છે. વાત થયા બાદ વિરલે કેનેડાનાં વર્ક વિઝા માટે ગાંધીનગરનાં કુડાસણમાં આવેલી પાર્થ જાનીની પેલિકન ઇમિગ્રેશન કન્સલ્ટન્સીની ઓફિસે મુલાકાત કરી હતી, જ્યાં કેનેડા વિઝાની વાતચીત કરી વિરલ અને તેના બનેવી દર્શન પટેલે કુલ છ વ્યક્તિઓના કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના તથા પીઆર કરાવી આપવાની લાલચ આપી એક ફેમિલીના 58 લાખ લેખે રૂ. 1 કરોડ 16 લાખ તેમજ ટિકિટના પૈસા અલગ થશે તેવી વાત કરી હતી.

- Advertisement -

આથી વિરલે કેનેડા જવા માટે તેના સગા સંબધિઓ પાસેથી થોડા-થોડા કરીને ઉછીનાં નાણાં લઈ કુલ 48 લાખ ભેગા કરી એજન્ટ પાર્થ જાનીને ચૂકવ્યા હતા. પરતું વાતચીત થઈ તે મુજબ કેનેડાના વિઝા નહીં થતાં પોતના પૈસાની પરત માગણી કરી હતી. તેમ છતાં એજન્ટ પાર્થ જાનીએ પાસપોર્ટ કે પૈસા પરત આપ્યા ન હતા. જે કારણોસર વિરલે વારંવાર ઉઘરાણી કરતાં એજન્ટ પાર્થ જાનીએ કેનેડાના વર્ક વિઝા મંજૂર થયા છે. તેમ કહી વ્હોટ્સએપ પર 17 સપ્ટેમ્બર 2023ની કેનેડાની ટિકિટ મોકલી આપી હતી. જેથી વિરલે ટિકિટના બુકિંગ રેફરન્સની ઓનલાઇન ચકાસણી કરતાં ટિકિટ ખોટી હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન પાર્થ જાનીના મિત્ર પ્રકાશ પટેલે સામેથી ફોન કરીને પાસપોર્ટ પરત લેવો હોય તો 19 લાખની ચૂકવવા પડશે તેવી વાત કરી હતી.

દરમિયાન વિરલ પટેલને પોતે છેતરાયો હોવાની શંકા જતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી, જેના અનુસંધાને સીઆઇડી ક્રાઇમની ટીમે પાર્થ જાનીને ડિટેઈન કરી તેની પેલિકન ઇમિગ્રેશન કન્સલ્ટન્સી અને તેના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી વિરલ અને તેના બનેવી સહિતના છ લોકોના કેનેડાના ખોટા વિઝાના સ્ટેમ્પ લગાવેલા પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસે પાર્થની કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી કે, આ વિઝા ખોટા અને બનાવટી છે અને તે તેણે વસંતનગર દિલ્હી ખાતેના પોતાના મિત્ર અંશુમાન નેગી પાસે બનાવ્યા હતા.

વધુમાં, સીઆઈડીએ તપાસ કરતાં, પાર્થ જાની એક પાસપોર્ટ પર કેનેડાનો બનાવટી વિઝા સ્ટેમ્પ લગાવવા પેટે દિલ્હીના નેગીને સાડાચાર લાખ બેંક મારફત ટ્રાન્સ્ફર કરતો હતો. આ સિવાય વિરલને વ્હોટ્સએપથી શેર કરેલી વર્ક વિઝા ઇરવિન શિપિંગ બિલ્ડિંગ નામની કંપનીનો LMIA લેટર પણ દિલ્હીના એજન્ટ અંશુમાન નેગી એડિટિંગ કરી તૈયાર કરતો હતો અને કેનેડા PRનો લેટર પણ બનાવટી હોવાની તપાસમાં ખુલ્યૂં હતું. સીઆઈડી ક્રાઇમની તપાસમાં પાર્થ જાનીએ તેના મળતિયા પ્રકાશ પટેલ અને દિલ્હીના અંશુમાન નેગી સાથે મળીને કેનેડાના બનાવટી વિઝાના ખોટા સ્ટેમ્પ લગાવી લોકો પાસેથી મોટી રકમ વસુલી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતાં સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular