નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પહેલા ગુજરાત સરકારે OBC સમાજને રિઝવવા માટે મોટી જાહેરાત કરી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Local elections) OBC સમાજની ઝવેરી કમિશનની (jhaveri Commission) ભલામણોને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે. એટલે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામત લાગુ કરવામાં આવી છે. OBC સમાજના વસ્તી વધારાને લઈ અનામતમાં વધારો કરવા રાજ્ય સરકાર સમક્ષ માગણી કરાઈ હતી. જે માગણીને રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગ્રાહ્ય રાખી છે.
ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં ન આવતા બે જિલ્લા પંચાયતની ચૂંટણી, 17 તાલુકાની પંચાયતની ચૂંટણી અને નગર પાલિકાની ચૂંટણી અટકી પડી હતી. જોકે OBC સમાજ અંગે ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે ભલામણો પર આજે રાજ્ય સરકારે મહોર મારી છે. તેમજ ST અને SC અનામતમાં ફેરફાર નહીં થાય તેવી પણ વાત સરકાર દ્વારા કહેવામાં આવી હતી.
આ અંગે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા આખા OBC સમાજના લોકોએ સરકાર સામે વિરોધ કર્યો હતો. સરકારને વિનંતી સાથે ચેતવણી પણ આપી હતી, ત્યાર બાદ આજે એક વર્ષ પછી ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં મૂકાયો છે. જેમાં આજે સરકારે એક વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ અમારી માગણી સ્વીકારી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝવેરી કમિશને જે રિપોર્ટ મૂક્યો છે. તેનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. ગુજરાતમાં OBC સમાજની 52 ટકા વસ્તી છે. તે વસ્તી મુજબ અનામત તેને મળવી જોઈએ. સાથે આગામી ત્રણ દિવસના વિધાનસભા સત્રમાં ચર્ચા કરવા પણ સરકાર અવકાશ આપે તેવી રજૂઆત કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








