Saturday, April 18, 2026
HomeGujaratGir Somnathયુવકે પાડોશીના બાથરૂમમાં કેમેરો ફીટ કર્યો, ભાંડો ફૂટતા મામલો વેરાવળ પોલીસ મથકે...

યુવકે પાડોશીના બાથરૂમમાં કેમેરો ફીટ કર્યો, ભાંડો ફૂટતા મામલો વેરાવળ પોલીસ મથકે નોંધાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળમાં (Veraval) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં માનસિક વિકૃત શખ્સે પાડોશીના બાથરૂમમાં સ્પાઇ કેમેરો (Spy Camera) લગાવી મહિલાઓના વીડિયો ઉતારવાની વાતનો ઘટસ્ફોટ થયો છે. આ શખ્સે ચતૂરાઈ પૂર્વક બાથરૂમમાં એવી રીતે કેમેરો ગોઠવ્યો હતો કે પાડોશી પરિવારનું ધ્યાન ન ગયું હોત તો કદાચ કેમેરો હજુ પણ બાથરૂમની દરેક ગતિવિધી રેકોર્ડ કરી રહ્યો હતો.

વેરાવળમાં માનસિક વિકૃત શખ્સે પોડોશીના બાથરૂમમાં કેમેરો લગાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેરાવળના પોશ વિસ્તાર કહેવાતા 80 ફૂટ રોડ પર આવેલા એક મકાનમાં ગોપાલ વણિક નામના શખ્સે પાડોશીના બાથરૂમની હવા ઉજાસની સિમેન્ટની જાળીમાં ચતુરાઈ પૂર્વક કેમેરો લગાવી દીધો હતો. પરંતુ ગતરોજ સાંજના સમયે મહિલા બાથરૂમમાં જતા જાળીમાં કેમેરો હોવાની આશંકા પેદા થઈ હતી. તેણીએ તપાસ કરતા થોડી વાર માટે તે હતપ્રભ બની ગઈ હતી. કારણ કે, ખરેખર બાથરૂમની જાળીમાં બાથરૂમના દૃષ્યો કેદ થાય તે રીતે કેમેરો લાગેલો હતો.

- Advertisement -

આમ મહિલાની નજરે કેમેરો આવતા સમગ્ર કારસ્તાનનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાના પગલે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને તપાસમાં ખુલ્યું હતું કે, કેમેરો બીજા કોઈએ નહીં પરંતુ પાડોશમાં રહેતા ગોપાલ વણિક નામના શખ્સે જ ફીટ કર્યો હતો. જે બાથરૂમમાં થતી તમામ ગતિવિધી રેકોર્ડ કરી રહ્યો હતો. જેના પગલે વેરાવળ પોલીસે આરોપી ગોપાલ વણિક વિરૂધ્દ આઈ.ટી. એક્ટની કલમ 66(ઈ) અને આઈ.પી.સી.ની કલમ 354(ગ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular