Thursday, April 16, 2026
HomeNationalવકીલને ધરબી દીધી ગોળી, ભાગવા જતા બાઈક જ ચાલુ ના થતા થઈ...

વકીલને ધરબી દીધી ગોળી, ભાગવા જતા બાઈક જ ચાલુ ના થતા થઈ જોવા જેવીઃ મિર્ઝાપુર

- Advertisement -

નવજીવન ન્યૂઝ ડેસ્ક : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર (Mirzapur Uttar Pradesh) માં કટરા કોતવાલી વિસ્તારમાં થયેલી હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા વકીલની ફિલ્મી સ્ટાઈલમાં ગોળી મારીને હત્યા (Lawyer shot dead) કરવામાં આવી છે. બાઈક પર આવેલા બે શખસો CCTV Footage માં કેદ થયા છે. ફરાર થયેલા આરોપીઓને શોધવા પોલીસે દોડધામ શરૂ કરી દીધી છે.

વરિષ્ઠ વકીલ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રાજીવ સિંહ ઉર્ફે રિંકુ મોર્નિંગ વોક માટે આજે સવારે ઘરેથી નીકળ્યા હતા. તેઓ પોતાના ઘર પાસે હતા, ત્યારે બાઇક પર આવેલા બે શખસો પૈકી પાછળ બેસેલો શખસ નીચે ઉતરીને રાજીવ સિંહ પાસે પહોંચે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વીડિયો (Viral Video) માં એક શખસ તમંચાથી પોઈન્ટ બ્લેન્ક રેન્જ (Point blank range) થી ગોળી મારીને બાઈક પાછળ બેસવા જાય છે, પરંતુ બાઈક ચાલુ નહીં થતાં હત્યારો ખુદ ડ્રાઈવીંગ સીટ પર બેસે છે. આ સમયે આસપાસમાં એકઠાં થયેલાં લોકોને તમંચો બતાવીને ડરાવવામાં આવે છે.

- Advertisement -

45 વર્ષના રાજીવ સિંહના પરિવારમાં તેમના પત્ની પ્રતિભા સિંહ (ગામના સરપંચ) અને બે પુત્રો છે. ગોળી મારનારા આરોપીની ઓળખ પોલીસે રાજેન્દ્ર સોનકર તરીકે કરી છે. આરોપી કતવારુ-કા-પુરામાં વકીલના ઘરની પાસે ભાડાના મકાનમાં રહે છે. તે પોતે પણ વકીલ છે અને ગામમાં સરપંચની ચૂંટણી લડી ચૂક્યો છે. આ અગાઉ બંને વચ્ચે વિવાદ થયો હતો. મિર્ઝાપુરના SPએ જણાવ્યું હતું કે, આરોપીએ જૂની અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો છે. સાત મહિના પહેલા પણ રાજેન્દ્ર સોનકરે તમંચો કાઢીને રાજીવ સિંહ પર તાક્યો હતો અને મારામારી કરી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular