નવજીનવ ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ માત્ર કાગળ પર છે. 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં ડ્રાયડે હોય છે. એટલે ક્યાય દારૂ મળતું નથી. પણ ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ મળે છે. ગઇકાલે ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) દારૂનો જથ્થો ઝડપી (liquor seized) પાડ્યો છે, પરંતુ અચંબાની વાત એ છે કે આ દારૂનો જથ્થો ટ્રક કે ગાડીમાં નહીં પણ એમ્બ્યુલન્સમાં (Ambulance) લઈ જવામાં આવી રહ્યો હતો. એમ્બ્યુલન્સમાં પેશન્ટની જગ્યાએ દારૂની પેટીઓ મૂકીને તેના પર ચાદર ઓઢાડી દેવામાં આવી હતી. હાલ પોલીસે આ એમ્યુલન્સ અને દારૂનો જથ્થો જપ્ત કરીને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.
ઘટનાની વિગત મુજબ, ગાંધીનગર પોલીસ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ નિમિત્તે હોટલ, ઢાબાઓ અને ખાનગી વાહનોમાં ચેકિંગ કરી હતી. તે દરમિયાન ચીલોડા-હિંમતનગર હાઇવે રોડ પર કન્ના માતાજી હોટલ ઉદયપુર ઢાબા પર પહોંચી હતી. ઠાબાના ચેંકીગ બાદ ત્યાં પડેલા વાહનોની તલાસી લીધી હતી. પરંતુ તેમાં કંઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું. બાદમાં પોલીસ ત્યાંથી નીકળી રહી હતી, ત્યારે પોલીસની નજર સફેદ કલરની એમ્બ્યુલન્સ પર પડી હતી. આ એમ્બ્યુલન્સમાં જોતાં તેમાં કોઈ ડ્રાઈવર કે પેશન્ટ દેખાયું ન હતું. પરંતુ અંદર એક સ્ટ્રેચર હતું અને તેના પર સફેદ કપડું ઢાંકેલું હતું. પોલીસને શંકા જતાં તેમણે એમ્બ્યુલન્સની તલાશી લેતા અંદર સ્ટેચર પરથી 13 દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે આસપાસ ડ્રાઇવરની તપસ કરતાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર મળી આવ્યો ન હતો.
ગાંધીનગર પોલીસે હાલ એમ્બ્યુલન્સ સાથે 13 પેટી દારૂની જપ્ત કરી છે. એમ્બ્યુલન્સમાંથી પોલીસને RC બુક મળી આવી હતી, જેમાં રસીદ મહંમદ નામ લખેલું છે. આ ઉપરાંત પણ એકતલક દસ્તાવેજો અને ખાન એમ્બ્યુલન્સ સર્વિસ લખેલી એક બુક પણ મળી આવી છે. આ બધા પુરવાના આધારે પોલીસે એમ્બ્યુલન્સના માલિક અને ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








