નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News : અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. અવધ આર્કેડ નામના બિલ્ડિંગની લિફ્ટમાં અચાનક આગ (Fire) ભભૂકી ઉઠતા સમ્રગ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ તાત્કલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ઘુમાડાને પગલે ફાયર વિભાગને કુલિંગની કામગીરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સદનસીબે આ દુર્ઘટના કોઈ જાનહાનિ સમાચાર મળ્યા નથી. હાલ ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્કયૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગ બેઝમેન્ટમાં ભારે ધુમાડાના પગલે ઓક્સિજનના સિલિન્ડર સાથે ફાયર વિભાગના જવાનો બેઝમેન્ટ ઉતરી આગ પર કાબૂ લેવાની કામગીરી કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વેજલપુર ખાતે આવેલી અવધ આર્કેડ બિલ્ડિંગમાં સવારે 11 વાગ્યાના આસાપસ લિફ્ટમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ ઈલેકટ્રિક વાયરોમાં પ્રસરી જતા એકાએક ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને લઈ લોકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા 10 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાના પ્રત્યનો હાથ ધર્યા હતા. અત્યાર સુધી ફાયર વિભાગે 4 જેટલા લોકનું રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યુ છે. સાથે લોકોને બિલ્ડિંગ હેમખેમ રીતે રેસ્કયૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ બિલ્ડિંગની અંદર આવેલા મકાનોમાં આગ પ્રસરી જતા નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે.
હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. બેઝમેન્ટમાં અતિશય ધુમાડા હોવાથી ફાયરના જવાનો ઓક્સિજન સિલિન્ડર સાથે બિલ્ડિંગના બેઝમેન્ટમાં કુલિંગની પ્રક્રિયા માટે ઉતાર્યા છે એટલે જીવના જોખમે ફાયર જવાનો હાલ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








