Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadવિરમગામ: ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા, 2 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

વિરમગામ: ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા, 2 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વિરમગામ: ગુજરાતમાં બેંકમાંથી લોન લઈને ચેક આપી રકમ ન ચુકવવાની ધટનાઓ અવાર-નવાર સામે આવે છે. બેંક આ બાકી રહેલા નાણા વસુલ કરવા કોર્ટનો સહારો લેતી હોય છે, આવી જ એક ચેક રીર્ટનની ધટના (cheque return case) અમદાવાદના (Ahmedabad) વિરમગામમા (Viramgam) બની હતી. જેમાં યુવકે ધી વિરમગામ મર્કન્ટાઈલ કો ઓપરેટિવ બેંકની 2 લાખની પર્સનલ લોન પરત ન આપતા બેંક દ્વારા થયેલી ફરીયાદને આઘારે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન આરોપીને દોઢ વર્ષની સજા સહિત બેંકની બાકી રકમ રૂપિયા 2,09,087 ચૂકવવા તથા ચૂકવવામાં મોડુ કરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો કોર્ટે હુક્મ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુંસાર, ધી વિરમગામ મર્કન્ટાઈલ કો ઓપરેટિવ બેંકમાંથી વર્ષ 2018માં શૈલેષ ચૌહાણે પર્સનલ લોન મેળવવા અરજી કરી હતી. મર્કન્ટાઈલ કો ઓપરેટિવ બેંકે 31 માર્ચ 2018ના રોજ લોનના નિતી નિયમો મુજબ રૂપિયા 1.90 લાખની પર્સનલ લોન મંજૂર કરી હતી અને લોનની રકમ એક વર્ષની સમય મર્યાદામાં વ્યાજ સહિત ચુકવવાનો કરારમાં ઉલ્લેખ હતો. આ લોનની રકમ 1 વર્ષના સમય મર્યાદા પુરી થવા છતાં આરોપી પરત નહીં કરતા બેંકના કર્મચારી દ્વારા વારંવાર ઉઘરાણી કરતા શૈલેષ ચૌહાણે 3 જુલાઈ 2019ના રોજ રૂપિયા 2,09,087 પેટે વ્યાજ સહિત રકમનો બેંકને ચેક આપ્યો હતો.

- Advertisement -

જે ચેક બાઉન્સ થતાં બેંકના લોન રીકવર અધિકારી નિલેશ ચાંપાનેરીએ નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ 138 મુજબ વિરમગામના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં શૈલેષ ચૌહાણ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કમલેશ નાથાણીની કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલ જી. જી. વૈધ દ્વારા પુરાવા સહિત ધારદાર રજૂઆત કરતા આરોપી શૈલેષ ચૌહાણને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુનામાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255 (2) અન્વયે ગુનેગાર ઠેરવી દોઢ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને જો આરોપી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ મુજબ ફરિયાદી બેંકને વળતર પેટે ચેકની રકમ રૂપિયા 2,09,087 ચૂકવવામાં મોડુ કરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular