નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad ACB Trap : ગુજરાતમાં સરકારી અધિકારીઓને પૂરતો પગાર મળતો હોવા છતાં આ અધિકારીઓએ અને કર્મચારીઓને ઉપરની મલાઈ ખાવાની ટેવ પડી ગઈ છે. સામાન્ય લોકોના નાના-નાના કામ કરવા માટે પણ આ સરકારી બાબુઓ લાંચ વગર કામ કરતાં નથી. આવો જ એક લાંચિયો સરકારી બાબુ અમદાવાદમાં (Ahmedabad) ACBના હાથે ઝડપાયો છે. એક સબ રજીસ્ટ્રારે (sub registrar) દસ્તાવેજ કરી આપવા દોઢ લાખ માગ્યા હતા અને ACBના હાથે ઝડપાઇ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વેજલપુર સબ રજીસ્ટ્રાર ઓફિસમાં કામ કરતાં સબ રજીસ્ટ્રાર તુલસીરામ મારકણાએ એક સોસાયટીના દસ્તાવેજ કરી આપવા માટે એક દસ્તાવેજના 5000 લેખે 30 દસ્તાવેજના કુલ 1 લાખ 50 હજાર રૂપિયાની લાંચ (Bribe) માગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ આપેલી વિગતો અનુસાર ACBએ લાંચનું છટકું ગોઠવીને વેજલપુર સબ રજીસ્ટ્રાર ઓફિસમાં ફરિયાદીને લાંચના દોઢ લાખ રૂપિયા આપવા મોકલ્યા હતા. તે દરમિયાન સબ રજીસ્ટ્રાર લાંચની રકમ સ્વીકારતા ACBના હાથે ઝડપાઇ ગયો હતો. હાલ ACBએ આ લાંચિયા અધિકારીની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ACB દ્વારા આરોપીની અટકાયત કર્યા બાદ તેના ઘરની તલાશી લેતા 58 લાખ રૂપિયા રોકડા અને 12 વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








