Sunday, June 7, 2026
HomeGeneralજૂનાગઢ: ઘર કંકાસે લીધો પરિવારનો ભોગ ત્રણના મોત, એકની હાલત ગંભીર

જૂનાગઢ: ઘર કંકાસે લીધો પરિવારનો ભોગ ત્રણના મોત, એકની હાલત ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh News : ગુજરાતમાં અવાર-નવાર આર્થિક સંકડામણ અથવા ઘર કંકાસાને કારણે પરિવારના માળા વિખેરાઈ રહ્યા છે. છેલ્લા થોડા સમયથી સામૂહિક આપઘાતની (Mass Suicide) ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક સામૂહિક આપઘાતની ઘટના જૂનાગઢના (Junagadh) વંથલી તાલુકામાંથી સામે આવી છે. એક પરિવાર ઘર કંકાસના કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર હાલતમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ઘટનાની જાણ વંથલી પોલીસને (Vanthali police) થતાં પોલીસની ટીમ તાત્કલિક હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને સમ્રગ ઘટનાને લઈ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં વિકાસ દૂધાત્રા પોતાની પત્ની, દીકરી અને દીકરા સાથે રહેતા હતા. ઘરમાં કોઈ બાબતને ઝઘડો ચાલી રહ્યો હતો. જે બાબતને લઈ ગઈકાલે 7 વાગ્યાના અરસામાં તેમણે પોતાની વાડીએ પરિવાર સાથે ઘર કંકાસના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોએ બૂમાબૂમ કરતા ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા. વિકાસ દૂધાત્રાના પરિવારના મોઢામાંથી ફીણ નીકળ રહ્યું હતું અને તરફડિયા મારી રહ્યા હતા. જેને લઈ ગ્રામજનોએ ઘટનાની જાણ 108 એમ્યુલેન્સને કરતા 2 જેટલી એમબ્યુલેન્સ સાંતલપુર ગામમાં દોડી આવી હતી અને ઘયાલોને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પિતા ,પુત્ર અને પત્નીનું મૃત્યુ થયું છે, જ્યારે બાળકીની હાલત ગંભીર છે જે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -

આ અંગે નવજીવન ન્યૂઝે વંથલીના પોલીસ ઈન્સ્પેકટર વાય. બી. રાણા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાંતલપુરના એક જ પરિવારના 4 લોકોએ પોતાની વાડીમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસો કર્યો હતો. જેમાંથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને એક સારવાર હેઠળ છે. હાલ આપઘાત પાછળનું પ્રાથમિક કારણ ઘરમાં કંકાસ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તપાસ બાદ યોગ્ય કારણ જાણવા મળી શકે છે.

મૃતકના નામ

હિના દૂધાત્રા
વિકાસ દૂધાત્રા
મનન દૂધાત્રા

- Advertisement -

ઈજાગ્રસ્તના નામ

હેપ્પી દૂધાત્રા

Tag: Junagadh Crime News, Junagadh Family Mass Suicide Today,

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular