નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: Sabarkantha News: ગુજરાતમાં રોજ અલગ-અલગ વિસ્તારોમાંથી સામાન્ય બાબતને લઈ જૂથ અથડામણની ઘટનાઓ સામે આવી રહી છે. હવે જાણે લોકો કાયદો હાથમાં લેતા પણ ખચકાતા ન હોય તેવી રીતે હથિયારો સાથે ઘર્ષણમાં ઉતરી જતા હોય છે, ત્યારે વધુ નજીવી બાબતે જૂથ અથડામણની ઘટના ઈડરના(Idar) કલ્યાણપુરમાંથી સામે આવી છે. જ્યાં દૂધ ભરાવવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થતાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેઓને સારવાર માટે સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જૂથ અથડામણને ((Group Clash) પગલે જાદર પોલીસનો (Jadar Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બેકાબૂ બનેલી પરિસ્થિતીને નિયંત્રણમાં લીધી હતી. હાલ સમ્રગ ગામમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમજ આ બાબતે ગુનો નોંધવાની તજવીજ ચાલી રહી છે.
બનાવી વિગત મુજબ, આજરોજ સવારના સમયે ઈડરના કલ્યાણપુરમાં દૂધ ભરાવવા મામલે એક જ સમુદાયના બે જૂથ અથડામણની ઘટના બની છે. જેમાં પહેલા દૂધ ભરાવવાને લઈ બોલાચાલી થઈ હતી. જોકે મામલો ઉગ્ર બનતા બંને જૂથ હિંસા પર ઉતરી આવ્યા હતા. જેમાં સામે-સામે ધારિયા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી કરતા 10 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. મારામારીમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સબારકાંઠાની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જૂથ અથડામણને પગલે સમ્રગ ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે.
આ મામલે જાદર પોલીસને જાણ થતાં પોલીસનો જંગી કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગામમાં બેકાબૂ બનેલી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. તેમજ જૂથ અથડામણને લઈ ગામમાં અન્ય જગ્યાએ કોઈ અનિઇચ્છાનિય બનાવ ન બને તે માટે પોલીસે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ ઘટનાના અનુસંધાને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે રાયોટિંગ અને હુમલા સહિત ગુના નોંધી આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








