નવજીવન ન્યૂઝ. અમદાવાદ: હાલ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ચોમાસાના પગલે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. કમળો, ડેન્ગયુ, ટાઈફોઈડ, ઝાડા-ઉલટી સહિત હવે કન્જેટિવાઈટિસના (Conjunctivitis) રોગે પણ ભરડો લીધો છે. જેના કારણે અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ સહિત CHC અને UHC પણ દર્દીઓથી ઉભરાયા છે. વધતા રોગચાળાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો (AMC) આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે. તેમજ જુદા-જુદા ખાણીપીણાના એકમો પર દોરડા પાડી ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ 350 વધુ એકમોને નોટિસ પાઠવી 10 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
અમદાવાદમાં ઝાડા ઉલટીના 735 જેટલા કેસો નોંધાયા છે. કમળાના 134 જેટલા કેસો અને ડેન્ગુયના 73 જેટલા કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં રોગચાળો વકરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સંચાલિત હોસ્પિટલમાં સવારથી જ દર્દીઓનો ઉભરાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોને રોકવા માટે AMC દ્વારા અલગ-અલગ દવાઓનો છટંકાવ કરવામાં આવી રહ્યો છે. રોગાચાળો ફાટી નીકળવાનું મુખ્ય કારણ સ્વસ્છતાનો અભાવ તેમજ બિનઆરોગ્યપ્રદ ખોરાક આરોગવાના કારણે રોગોચાળો ફેલાઈ રહ્યો છે.
બીજી તરફ કન્જેટિવાઈટિસ રોગે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં ભરડો લીધો છે. જે વાયરસને આંખ આવવી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ આ રોગ ખૂબ ઝડપથી એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાઈ રહ્યો છે. AMC સંચાલિત હોસ્પિટલમાં કન્જેટિવાઈટિસના 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. તેમજ ખાનગી હોસ્પિટલમાં આંકાડા મળીને અત્યાર સુધી અમદાવાદ 30 હજારથી વધુ લોકો કન્જેટિવાઈટિસના રોગના શિકાર બની ચુક્યા છે.
કન્જેટિવાઈટિસ બીમારીના દર્દીઓને ભીડમાં જવા ટાળવું, ચશ્મા પહેરવા, આંખમાં તકલીફ જણાય તો આંખના તબીબની સલાહ લેવી. તેમજ રોગચાળો વધુ ન વકરે તે માટે કન્જેટિવાઈટિસના દર્દીઓએ ચશ્મા પહેરીને જ બહાર નીકળવું જોઈએ.
કન્જટિવાઈટિસથી બચાવા શું કરવું
સ્વસ્છતા જાળવવી
હાથ અને મો ચોંખ્ખા રાખવા, વારંવાર સાબુથી હાથ ધોવા
ભીડભાડ વાળી જગ્યા બિનજરૂરી જવાનું ટાળવું
સમાન્ય રીતે આંખમાં લાલશ આવે, દુખાવો થાય તો સમજી લેવુ આંખ આવવાની અસર છે. જે માટે તાત્કાલિક તબીબ પાસે જવું તેમજ ચશ્મા પહેરી લેવા
ડૉકટરની સલાહ મુજબ ટીપા નાંખવા
દર્દીએ જાતે અન્ય લોકોના સંપર્કમાં ન આવવું
કન્જેટિવાઈટિસના શિકાર બનેલા લોકોએ પોતાની વપરાશની ચીજવસ્તુઓ અલગ રાખવી
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








