નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) રેસ્ટોરન્ટના વાનગીઓમાંથી કયારેક વંદો તો કયારેક અન્ય જીવજંતુઓ નીકળવાની ઘટના ભૂતકાળમાં પણ સામે આવી ચૂકી છે. ત્યારે કર્મચારીઓની બેદરકારીને કારણે વધુ એકવાર અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ભાજીપાઉના ડીસમાંથી ઈયળ (Caterpillars) નીકળવાની ઘટના સામે આવી છે. જેને લઈ એક વ્યક્તિએ રેસ્ટોરન્ટના મેનેજરને આ બાબતે ધ્યાન દોર્યું હતું. જોકે પોતાની ભુલ સ્વીકારવાના બદલે મેનેજર દૂરવ્યવહાર કર્યો હતો. જે ઘટના બાદ આ વ્યક્તિએ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન (AMC) ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી. જેને લઈ કોર્પોરેશન આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રેસ્ટોરન્ટના માલિક સામે 12 હજાર રૂપિયાનો દંડ ફટકારી નોટિસ પાઠવામાં આવી હતી.
અમદાવાદની વસ્ત્રાપુર ખાતે આવેલી પ્રિન્સ ભાજીપાઉ રેસ્ટોરન્ટમાં (Prince Bhajipav restaurant) બપોરના સમયે એક પરિવાર રેસ્ટોરન્ટમાં ભાજીપાઉ ખાવા માટે ગયો હતો. આ દરમિયાન તેમણે ભાજીપાઉની ડીસ મંગાવી હતી. ત્યારે પરિવારના સભ્યો જમી રહ્યા હતા. ત્યારે ભાજીપાઉની ડીસમાંથી ઈયળ નીકળી હતી. જે બાબતને લઈ વ્યક્તિએ વિડિયો બનાવ્યો હતો અને રેસ્ટોરેન્ટના મેનેજરને જાણ કરી હતી. જોકે ભૂલ સ્વીકારવાને બદલે મેનેજર દૂરવ્યવહાર કરતા આ મામલની જાણ AMCના આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી. AMCના આરોગ્ય વિભાગને જાણ થતાં જ અધિકારીઓ પ્રિન્સ ભાજીપાઉ રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. ખાવાની વાનગીઓમાંથી આ પ્રકારે બેદરકારી દાખવવા બદલ રેસ્ટોરન્ટના માલિકને AMCએ 12 હજાર રૂપિપાયનો દંડ ફટકાર્યો હતો અને સ્વછતા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે.
હાલ ભાજીપાઉમાંથી ઈયળ નીકળી હોવાની ઘટનાનો વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જોકે ભોગ બનેલા પરિવાર દ્વારા માગ કરવામાં આવી છે. આવા રેસ્ટોરેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જેના કારણે લોકોના આરોગ્ય ન જોખમાય. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વસ્ત્રાપુરની કેટલીક રેસ્ટોરેન્ટમાં દરોડા પાડી સ્વછતાના અભાવે તેમજ વાનગીઓના નમૂનાને લઈને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. રોગચાળો ફાટી નીકળવા પાછળ કેટલાક અંશે બિન આરોગ્યપ્રદ ખોરાક પણ એટલો જવાબદાર માનવામાં આવે છે. અમદાવાદીઓ મોટી સંખ્યામાં ખાવા પીવા માટે રેસ્ટોરન્ટમાં જતા હોય છે. આવી રેસ્ટોરન્ટમાં પૈસા ખર્ચવા છત્તાં આ પ્રકારનો ખોરાક આપવામાં આવે છે. જેથી લોકોના સ્વાસ્થય સામે એક મોટો સવાલ ઉભો થાય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








