નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ કોંગ્રેસમાંથી (Gujarat Congress) ગુલાટ મારીને ભાજપમાં (BJP Gujarat) આવેલા જયરાજસિંહ પરમારને (Jayrajsinh parmar)આજે પ્રથમ વાર એક પદ મળ્યું છે. કોંગ્રસમાં પ્રવક્તા રહેલા જયરાજસિંહને હવે ભાજપમાંથી સહ-પ્રવક્તા બનાવામાં આવ્યા છે. જયરાજસિંહ પરમાર સહિત ત્રણ લોકોને ભાજપ ગુજરાતના સહ-પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રેરક શાહ, શ્રદ્ધા રાજપુત અને જયરાજસિંહ પરમારનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જયરાજસિંહે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં ગુલાટ મારી હતી. જોકે તેમને વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ મળી ન હતી. ત્યારે આજે પક્ષ પલટો કર્યા બાદ પ્રથમ વખત ભાજપમાંથી એક પદ મળ્યું છે.
જયરાજસિંહ પરમાર 37 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમણે ગત વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ સાથે છેડો ફાડીને તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હાથે ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં જયરાજસિંહ પરમાર મુખ્ય પ્રવક્તાના પદ પર હતા. તેમણે ટી.વી. ડિબેટમાં અનેક મુદ્દા પર ભાજપના નેતાઓના પરસેવા છોડાવી દેતા હતા. પરંતું ભાજપમાં પ્રવેશ કર્યા બાદ તેમના મોઢા પર લગામ લાગી ગઈ હોય તે પ્રકારે શાંત જોવા મળ્યા હતા. ભાજપમાં પ્રવેશ્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભાજપમાંથી ટિકિટ મળશે તેવી ચર્ચાઓ પણ જે તે સમયે થઈ હતી, પરંતું તેમને કોઈ પણ બેઠક પરથી ટીકીટ મળી ન હતી.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં જણાવામાં આવ્યું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સુચનાથી અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસ દ્વારા આજે અગાઉના સહ પ્રવક્તા સહિત વધુ ત્રણ પ્રદેશના સહ પ્રવક્તાઓના નામની જાહેરાત કરવામાં આવે છે. જેમાં પ્રેરક શાહ, શ્રદ્ધા રાજપુત અને જયરાજસિંહ પરમારનો સમાવેશ થાય છે. ભાજપે અગાઉ કિશોર મકવાણા અને ભરત ડાંગરને સહ પ્રવક્તા તરીકે જાહેર કર્યા હતા.
ઉલ્લખનીય છે કે, અગાઉ ડિબેટમાં આક્રમક રીતે ભાજપ પર પ્રહાર કરતાં જોવા મળતા જયરાજસિંહ હવે તે જ અંદાજમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં ડિબેટમાં જોવા મળશે કે નહીં તે જોવું રહ્યું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








